- લેપીંગ -થીયરી : જોવા માટે અહીં ક્લિક કરો
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ-- ફિટર ટ્રેડ અને ફિટર (DST) નો સિલેબસ ,Theory,Practical,NSQF લેવલ - 4 પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, You tube ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો, રોજગાર અને Apprenticesની જાહેરાતો,CITS (RPL), CTS Result, Marksheet, Certificate ડાઉનલોડ ની સંપુર્ણ માહિતી સાથે આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે. એન્ડ્રોઈડ મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે.
નિયત નમૂના માં તાલીમાર્થી ની અરજી (અરજીપત્રક નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.)
ધોરણ 8 પાસ ની માર્કશીટ
શાળા છોડ્યા નું પ્રમાણપત્ર (LC)
NCVT / GCVT પરીક્ષા પાસ કર્યાની માર્કશીટ
પૃથ્થક તરીકે અંગ્રેજી તથા ગુજરાતી વિષય પાસ કર્યાની ધોરણ 10 ની માર્કશીટ
રૂ.50/- નો સચિવશ્રી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, સેક્ટર 10/બી, ગાંધીનગરના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ તાલીમાર્થીઓ પાસેથી અરજી સાથે લેવાનો રહેશે.
ધોરણ 10 પછી આઈ.ટી.આઈ નો 2 વર્ષ કે તેથી વધુ સમયગાળાનો NCVT/GCVT નો કોર્સ પાસ કર્યો હોય તેવા તાલીમાર્થીઓ માટે (ઘોરણ 12 સમકક્ષ માટે):
નિયત નમૂના માં તાલીમાર્થી ની અરજી (અરજીપત્રક નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.)
ધોરણ 10 પાસ ની માર્કશીટ
શાળા છોડ્યા નું પ્રમાણપત્ર (LC)
NCVT / GCVT પરીક્ષા પાસ કર્યાની માર્કશીટ
પૃથ્થક તરીકે અંગ્રેજી વિષય પાસ કર્યાની ધોરણ 12 ની માર્કશીટ
રૂ.50/- નો સચિવશ્રી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, સેક્ટર 10/બી, ગાંધીનગરના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ તાલીમાર્થીઓ પાસેથી અરજી સાથે લેવાનો રહેશે.
પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા: (સંસ્થા / સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટરશ્રીઓ માટે)
ઉપર મુજબની સંપૂર્ણ વિગતો સાથેની અરજીઓ એકત્રિત કરી સંસ્થા મારફતે સચિવશ્રી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, સેક્ટર 10/બી, ગાંધીનગરને રજૂ કરવાની રહેશે , જેથી તેઓશ્રીની કચેરી દ્વારા સમકક્ષતા પ્રમાણપત્ર આપવામાં આવશે.
જે તે સંસ્થા ના અને જે તે ટ્રેડ ના સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરશ્રીઓએ તાલીમાર્થીઓએ મેળવેલ સમકક્ષતા પ્રમાણપત્ર નંબર અને તારીખ સાથે તાલીમાર્થીનું નામ, સરનામું, વ્યવસાય, બેચ નંબર, તાલીમનો સમયગાળો તથા રિઝલ્ટ ની વિગતો સાથે રેકર્ડ નિભાવવાના રહેશે.
"સમકક્ષતા પ્રમાણપત્ર" ના નમૂના:
ઘોરણ 10 સમકક્ષ પ્રમાણપત્ર નો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
ઘોરણ 12 સમકક્ષ પ્રમાણપત્ર નો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
ઘોરણ 12 સમકક્ષ (10 + 3 વર્ષ ડિપ્લોમા ધરાવતા તાલીમાર્થીને સરકારી નોકરી માટે)પ્રમાણપત્ર નો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.