આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Monday, March 20, 2023

ITI Job Interview (Fitter): ઈન્ટરવ્યુમાં શું શું ધ્યાન રાખવું? 10 Golden Rules..જાણવા માટે અહીં ક્લિક કરો


ધ્યાન રાખવાની બાબતો: 
1. સારા કપડા અને શ્યુઝ પહેરી ને જવું.
2. યોગ્ય તૈયારી સાથે જવું.
3. જવાબ ચોખ્ખા અને ટુંકમાં to the Point જ આપવા. લાંબુ લચક ભાસણ આપવું નહીં.
4. ના આવડતું હોય તો સ્વીકારી લેવું. ગપ્પા મારવા નહી.
5. પોતાના વખાણ કરવા નહીં.
6. પોતાનો પરિચય તૈયાર રાખવો જેમાં-- નામ , સરનામું, આઈ. ટી. આઈ. નું નામ , ટ્રેડ વિશે ટૂંકમાં કહેવું, અપેક્ષિત સેલરી, વજન, જન્મ તારીખ.... વગેરે વગેરે.
7. પોતાના Bio data/Resume, Documents, ઝેરોક્ષ, પોતાના ફોટો, પેન , મોબાઈલ (Silent) સાથે ફરજીયાત રાખવું.
8. ઈન્ટરવ્યુ માં ટટ્ટાર બેસવું. અને સદાય હસતું મોં રાખવું.
9. જે ભાષા (ગુજરાતી, હિન્દી, English..) સારી બોલતા આવડતી હોય તે જ બોલવી.
10. ઈન્ટરવ્યુ લેનાર બહાર જવાનું કહે ત્યારે જ પોતાની બેઠક છોડવી.

ITI Job Interview (Fitter) નો વિડીયો જોવા માટે : અહીં ક્લિક કરો

Thursday, March 16, 2023

Teaching of WSC & ED બાબત: DGT દ્વારા તેના Teaching બાબતે આદેશ કરવામાં આવ્યો.. તા: 10-11-2022... ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


  • આદેશ ક્રમાક: MSDE (DGT)- 19/03(02)/2022-CD, date: 05/04/2022 ના રોજ કરેલ આદેશ અનુસાર WSC,EDના સિલેબસને સિમ્પ્લિફિકેશન કરી બંનેને 40 કલાક- 40 કલાક કરવા અને તેને ટ્રેડ થિયરી સાથે merge કરવા.
  • આ બાબતે અલગ અલગ સ્ટેટ ડિરેક્ટરોટ દ્વારા WSC/EDના Teaching બાબતે વિસંગતતા દૂર કરવા માટે રજૂઆત કરેલ જે અન્વયે DGT દ્વારા નીચે મુજબ માર્ગદર્શન કરેલ છે:
"ED--144 engg. Seats માટે 1 Drawing Instructor.... એજ પ્રમાણે 144 સ લેખે તેની સંખ્યા વધારી શકાય. એજ પ્રમાણે ,WSC-- 144 engg. Seats માટે 1 Vocational Instructor or Instructor રાખી શકાય."
  • WSC અને EDના ટીચિંગ બાબતે 26 જૂન 2013 ના રોજ થયેલ પરિપત્ર અનુસાર ટીચિંગ કરવું.આ માટે ટ્રેડ ઇન્સ્ટ્રકટરનો જરૂર જણાય તો ઉપયોગ કરી શકાય છે.
  • WSC અને ED ના ટીચિંગ બાબતના તમામ પરિપત્રો ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો

Saturday, March 11, 2023

Certificate & Marksheet of Trainee બાબત: તાલીમાર્થીઓને આપવામાં આવતા Physical Certificate ને બંધ કરી e -DSC (Digitally signed Certificate) આપવા બાબત. તારીખ: 24/06/2019 નો આદેશ.... ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો



પરિપત્ર અનુસાર, 
DGT દ્વારા નીચે મુજબ ના કોર્ષ માટે Certificate issue કરવામાં આવે છે:
1) CTS, CTS (DST), NTC (private)
2) CITS, CITS (RPL) 
3) NAC (National apprenticeship Certificate)
4) Flexi MOU
5) AVTS (short term)
6) Diploma courses

હવેથી ઉપર મુજબના તમામ તાલીમાર્થીઓને e-Certificate આપવામાં આવશે. Certificate ઉપર barcode અને digital signed  હશે.

તાલીમાર્થીઓને આપવામાં આવતા Physical Certificate ને બંધ કરી e -DSC (Digitally signed Certificate) આપવા બાબતનો પરિપત્ર ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો


Tailstock offset method: Lathe ઉપર ટેપર એંગલ કઈ રીતે સેટ કરવો? રાઉન્ડ બાર ઉપર ટેપર કઈ રીતે કરવું?.... વધું માહિતી માટે અહીં ક્લિક કરો


પદ્ધતિ: 
  • રાઉન્ડબારની બંને બાજુ યોગ્ય  ઊંડાઈના સેન્ટર હોલ કરો.
  • આપેલ  રાઉન્ડબારને થ્રી જો કે ફોર જો ચકમાં યોગ્ય લંબાઈ બહાર રહે તે રીતે લેથ ડોગનો ઉપયોગ કરી , ટ્રુ ફરે એ રીતે ફિટ થાય છે કે નહિ તે ચેક કરો.
  • લેથ ટૂલ બીટને યોગ્ય સેન્ટર હાઈટ ઉપર ટૂલ પોસ્ટ ઉપર સેટ કરી ફિટ કરો.
  • જોબ પર ટેપર લંબાઈનું માર્કિંગ કરો.
  • Offset Length ,S શોધવાનું  સૂત્ર:
 Offset Length ,S = (D - d)x L/2l
જ્યાં, D=Major Diameter, d= Minor diameter,L=  Total Length of the Work piece,  l= ટેપર લંબાઈ
  • ઉપર મુજબ Offset Length ,S શોધ્યા બાદ નીચે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તેને tailstock ઉપર સેટ કરો.
  • ત્યારબાદ જોબને  બંને સેન્ટર વચ્ચે લેથ ડોગનો ઉપયોગ કરી ફિટ કરો.
  • ત્યારબાદ, ટેપર લંબાઈમાં કમ્પાઉન્ડ સ્લાઈડ વડે ફીડ આપી ટેપર Turning કરો.
  • બેવેલ પ્રોટેક્ટર વડે Taper Angle ચેક કરો.
  • દરેક Sharp edge ને ફાઈલ વડે ડી- બર કરો.
Taper Turning by Tailstock offset method નો વિડીયો જોવા માટે: અહીં ક્લિક કરો

Friday, March 10, 2023

Exam Material Weight/ Trainee : પરીક્ષા માટે ના મટીરીયલના વધુમાં વધુ વજન બાબતનો DGT નો પરિપત્ર-- તારીખ: 26/02/2019


પરિપત્ર અનુસાર,
તારીખ: 30/01/2019 ના રોજ થયેલ મીટીંગ અન્વયે નીચે મુજબ નક્કી થયેલ:
  • AITT Under CTS,ATS,CITS અને DGT દ્વારા લેવાતી examમાં વધુમાં વધુ 3Kg metal/trainee આપી શકાશે જેથી કરીને તાલીમાર્થી easily મેટલને handle કરી શકે.
  • Exam metal/trainee Max. Weight બાબતનો પરિપત્ર ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

Sunday, March 5, 2023

DGT Alerts: trainee Result, Supp.Exam, Marksheet, trainee Profile grievance બાબત.. તારીખ: 05/03/2023..... જાણવા માટે અહીં ક્લિક કરો

  • Academic Session-2014 to 2021 માટે Trainee Profile Grievance ઓપન છે. જેમાં Trainee Profile માં કોઈ ભૂલ હોય તો સુધરી શકે છે.
  • Result updates -  supp. of practical/ ED March 2022,CBT Dec-2022 are declared.
  • Result updates - only CBT Subject DEC-2022 are declared.
  •  Result જોવા માટે: અહીં ક્લિક કરો
  • હમણાં ITI Nodal દ્વારા correction થયેલ અને State દ્વારા approve થયેલ તાલીમાર્થીઓના માર્કસને ઓનલાઈન update કરી દીધેલા છે.
  • Supp. Exam of Practical અને ED લેવાયા બાદ તેનું Result જાહેર કરવામાં આવશે.
  • Marksheet અને Certificate Trainee Profile માં 15 દિવસ બાદ ઉપલબ્ધ થશે.
નોંધ: ઉપરની તમામ માહિતી NCVT MIS PORTAL ઉપરથી Alerts સેકશનમાંથી રજૂ કરેલ છે. જે તમારી જાણ સારું.

Saturday, March 4, 2023

Compound rest method: Lathe ઉપર ટેપર એંગલ કઈ રીતે સેટ કરવો? રાઉન્ડ બાર ઉપર ટેપર કઈ રીતે કરવું?.... વધું માહિતી માટે અહીં ક્લિક કરો


પદ્ધતિ: 
  • આપેલ  રાઉન્ડબારને થ્રી જો કે ફોર જો ચકમાં યોગ્ય લંબાઈ બહાર રહે તે રીતે , ટ્રુ ફરે એ રીતે ફિટ કરો.
  • લેથ ટૂલ બીટને યોગ્ય સેન્ટર હાઈટ ઉપર ટૂલ પોસ્ટ ઉપર સેટ કરી ફિટ કરો.
  • જોબ પર ટેપર લંબાઈનું માર્કિંગ કરો.
  • Taper Angle શોધવાનું  સૂત્ર:
 tan [Angle°] = (D - d)/2l
જ્યાં, D=Major Diameter, d= Minor diameter, l= ટેપર લંબાઈ
  • ઉપર મુજબ Taper Angle શોધ્યા બાદ નીચે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તેને કમ્પાઉન્ડ રેસ્ટ ઉપર સેટ કરો.

  • ત્યારબાદ, ટેપર લંબાઈમાં કમ્પાઉન્ડ સ્લાઈડ વડે ફીડ આપી ટેપર Turning કરો.
  • બેવેલ પ્રોટેક્ટર વડે Taper Angle ચેક કરો.
  • દરેક Sharp edge ને ફાઈલ વડે ડી- બર કરો.
Taper Turning by Compound rest method નો વિડીયો જોવા માટે: અહીં ક્લિક કરો

Thursday, March 2, 2023

Agniveer: ભારતીય સેનામાં ITI પાસ તાલીમાર્થીઓ માટે અલગથી વધારાના માર્ક્સ અને ભરતી Notification બાબત.....વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • આઈ.ટી.આઈ. પાસ તાલીમાર્થીઓને થતા ફાયદા: 

સેનાની Technical cadre માં ITI પાસ તાલીમાર્થીઓને ભરતી વખતે બનતા મેરીટમાં  વધારાના માર્ક્સ મળશે.( ઉપર જણાવેલ પોસ્ટર મુજબ)