આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Friday, March 31, 2023

Suzuki Motor, Gujarat: આઈ.ટી.આઈ. પાસ આઉટ માટે ભરતી મેળો ITI,અમીરગઢ, જીલ્લો બનાસકાંઠા...વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


  • તારીખ : 03/04/2023 સોમવાર, સમય - 9:30am.
  • ઉંમર:  18 થી 24 વર્ષ
  • ધોરણ 10 પાસ 50%, આઈ.ટી.આઈ પાસ 60%
  • ટ્રેડ: Fitter, Machinist, Turner,MMV,DM,Tracter Mechanic, Welder,Electrician,PPO, Automobile.
  • ફક્ત પુરુષ ઉમેરવારો માટે જ.
  • હાથમાં પગાર: 14925/- (ભથ્થા)
  • સ્થળ: આઈ.ટી.આઈ. અમીરગઢ, મામલતદાર ઓફીસ ની પાછળ, જિલ્લો: બનાસકાંઠા.
  • Contact no. 7990875595,7017180883.

ફીટર થીયરી,પ્રેક્ટીકલ અને એમ્પ્લોયીબીલીટી સ્કીલનું જવાબો સાથે નું પેપર , NCVT વર્ષ -૨૦૧૬(સેમેસ્ટર -૧) .....ડાઉનલોડ કરવા નીચે લિંક ઉપર ક્લિક કરો

Wednesday, March 29, 2023

Measuring Tape (માપવાની ટેપ): mm, cm, meter, foot કઈ રીતે માપવું? વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


  • આટલું યાદ રાખો :
1cm = 10mm.
1inch = 2.54cm = 25.4cm.
1foot = 12 inch.
1 meter = 100cm = 1000mm = 39.37inch =3.28foot.
  • નીચે આપેલ ટેપનો અભ્યાસ કરો.

Tuesday, March 28, 2023

New Data Driven Grading Methodology (DDGM) for ITI બાબત: વધું માહિતી માટે અહીં ક્લિક કરો


  • DGT અને MSDE દ્વારા અગાઉ બે ફેઝમાં આઈટીઆઈ નું ગ્રેડિંગ થતું.જેમાં ફીલ્ડની વિઝીટ અને ડેટા  વેલીડેશનનો સમાવેશ થતો હતો. ત્યારબાદ આઈ.ટી.આઈનું  ફાઈનલ ગ્રેડિંગ કોર કમિટી દ્વારા થતું અને ફાઇનલ ગ્રેડ ડીજીટીના પોર્ટલ ઉપર Publish થતો. અત્યાર સુધી 13480 ITI નું GRADING થયેલ. આ પધ્ધતિ એકેડેમિક વર્ષ 202-23 સુધી જ  હતી.
New Data Driven Grading Methodology :

  • એકેડેમિક વર્ષ 2023 - 24 માટે DGT દ્વારા નવી ગ્રેડિંગ મેથડ બનાવવામાં આવી છે.આ મેથડમાં  NCVT/MIS પોર્ટલ ઉપર ઉપલબ્ધ ડેટા એટલે કે માહિતીનો ઉપયોગ થશે. જે ડાયરેક્ટ આઈટીઆઈનું પફોર્મન્સ અને ગુણવત્તાને બતાવે છે અને આનો ઉપયોગ કરી ITI ને 0 થી 10 વચ્ચેના ક્રમાંકમાં ગ્રેડિંગ આપવામાં આવશે. અને આ માટે નીચેના 8 Parameter ઉપર આઈ.ટી.આઈ નું ગ્રેડિંગ કરવામાં આવશે.

1. Admission percentage in last 3 year.
2. Female participation in last 3 year.
3. Trade diversity.
4. Pass percentage against the training hall ticket generated.
5. CBT examination participation against the  trainee hall ticket generated.
6. Average percentage of last year trainee.
7. DST enrolled trainee against total admitted trainee.
8. SC/ ST /PWD enrolled trainee against the total admitted trainee.

એટલે , ટુંકમાં હવે આપણે Admission, CBT, Result, DST.... માટે પ્રયત્ન કરવાનો થાય.

Monday, March 27, 2023

DGT Alerts: Supplementary Exam Result, Marksheet, Certificate download, Trainee Profile Grievance બાબત, updated on તારીખ 27-03-2023... જાણવા માટે અહીં ક્લિક કરો


  • નવેમ્બર 2022 માં લેવાયેલ સપ્લીમેન્ટરી પરીક્ષાનું પરિણામ એનસીવીટી પોર્ટલ પર જોઈ શકાય છે. e-NTC અને માર્કશીટ તારીખ: 1/4/2023 થી ડાઉનલોડ થશે.
  • Trainee Profile Grievance:  2014 થી 2021 બેચનું થઈ શકે છે જેમાં પ્રોફાઈલ અને એક્ઝામ્સ ગ્રીવન્સ ની છેલ્લી તારીખ:  27/3/ 2023 સુધી લંબાયેલ છે.
  • માર્ચ 2022 ડિસેમ્બર 2022 માં લેવાયેલ સપ્લીમેન્ટરી પ્રેક્ટીકલ, ઈડી અને થિયરી નું રીઝલ્ટ જાહેર થઈ ગયું છે.

Thursday, March 23, 2023

Metric Boltની Size પ્રમાણે કયું Spanner આવશે? તે કઈ રીતે નક્કી કરવું? જાણવા માટે અહીં ક્લિક કરો


Formula:
  • M2,M4,M6,M8,M12,M14,M30,M36 માટે,
Spanner Size = Bolt Size x 1.5 +1
             
                        = 12 x 1.5 +1
            
                        = 19 mm-- આ 19નું પાનું લાગે, જે પાના ઉપર લખેલી હોય છે. જે નીચે ફોટામાં બતાવેલું છે.


આ Formula-- M2,M4,M6,M8,M12,M14,M30,M36 માટે જ લાગુ પડશે.

  • M10 માટે, 
Spanner Size = Bolt Size x 1.5 +2
             
                        = 10 x 1.5 +2
            
                        = 17 mm

  • M16,M18,M20,M24, માટે, 
Spanner Size = Bolt Size x 1.5
             
                        =  16 x 1.5
         
                        =  24 mm

  • M3,M5,M7,M27,M33 માટે, 
Spanner Size = Bolt Size + Round (Bolt Size/2) +1
                        
                         = 3+ 1 +1 
  (Round (Bolt Size/2) = 3/2= 1.5=>1,1.5 ની જગ્યાએ 1 લેવાનો...2.5ના બદલે 2,3.5 ના બદલે 3 એજ પ્રમાણે બીજામાં પણ લેવું.)
         
                         = 5 mm

             
  •  M39  માટે,
Spanner Size = Bolt Size + Round (Bolt Size/2) +2
                         = 39+ 19 +2
                         = 60mm.
  • M 22 માં ગણતરી મુજબ 33 સાઇઝ આવે પરંતુ 32 નુ Spanner ઉપલબ્ધ હોવાથી તે લઈ શકાય.



         
               


Soot (સૂટ-આંની): Nut /Bolt લેવા જાઓ ત્યારે આ શબ્દ તમે વારે ઘડીએ દુકાનદાર ના મોઢે સાંભળતા હશો...Soot (આંની) નો મતલબ શો થાય?.. જાણવા માટે અહીં ક્લિક કરો

આપણે બોલ્ટ કે નટ લેવા જઈએ એ વખતે દુકાનદાર આપણને કેટલી આંની નો બોલ્ટ જોઈએ છે એવું પૂછતો હોય છે? તો આજે Soot (સૂત) એટલે કે ગુજરાતીમાં આંની વિશે સમજીએ.
હવે,
આટલું યાદ રાખો.
1 Inch (ઈંચ) = 8 Soot (સૂત- આંની).
1 Inch = 25.4 mm.
1 Soot = 0.125 Inch.
1 Soot = 1/8 Inch = 1/8 x 25.4mm = 3.175 mm.

2 Soot = 2/8 Inch = 1/4 Inch. 

3 Soot = 3/8 Inch.

4 Soot = 4/8 Inch = 1/2 Inch.

5 Soot = 5/8 Inch.

6 Soot = 6/8 Inch = 3/4 Inch.

7 Soot = 7/8 Inch.

8 Soot = 8/8 Inch = 1 Inch.



હવે અડધું કરીએ,

1/2 Soot = 1/16 Inch.

1.5 Soot = 3/16 Inch.

2.5 Soot = 5/16 Inch.

3.5 Soot = 7/16 Inch.

4.5 Soot = 9/16 Inch.

5.5 Soot = 11/16 Inch.

6.5 Soot = 13/16 Inch.

7.5 Soot = 15/16 Inch.

8 Soot = 16/16 Inch= 1 Inch.

તો આ પ્રમાણે Soot (આંની ) સમજવું.

Metric Size Bolt અને Inch Size Bolt : બંને વચ્ચે શો Difference (ફરક) છે? જાણવા માટે અહીં ક્લિક કરો


1.Metric Thread Bolt માં થ્રેડ એકદમ ફાઈન હોય છે, જ્યારે Inch Thread Bolt માં થ્રેડ મોટા હોય છે. (આકૃતિમાં જુઓ)
2.જનરલી , Metric Thread Bolt માં થ્રેડ એંગલ 60° હોય છે, જ્યારે Inch Thread Bolt માં થ્રેડ એંગલ 55° હોય છે.
3.Metric Thread Bolt માં પીચ (p) =1.75,1.5,1.25mm...હોય છે, જ્યારે Inch Thread Bolt માં પીચ (p) બે પ્રકારમાં હોય છે. એક  B.S.W. (British Standard Whitworth) કે જેમાં 12 T.P.I.(Teeth per Inch)=2.11mm..અને બીજું B.S.F. (British Standard Fine) કે જેમાં 16 T.P.I.(Teeth per Inch)=1.58mm...હોય છે. અલગ અલગ T.P.I. માટે પીચ અલગ હોય છે.
3.Metric Thread Bolt બોલ્ટની સાઈઝ M8,M10,M12,M16... પ્રમાણે મળે છે, જ્યારે Inch Thread Bolt બોલ્ટની સાઈઝ 5/16",3/8", 1/2", 5/8"... પ્રમાણે મળે છે. જે બોલ્ટ ઉપર લખેલી હોય છે.
4.Metric Thread Boltમાં  depth = 0.54p હોય છે, જ્યારે Inch Thread Boltમાં  depth = 0.64p હોય છે.