- કોઈપણ નિયંત્રણ સિસ્ટમ -- ઓટોમેશન (Automation) માં ન્યુમેટીક્સ ઉપયોગમાં લેવું સસ્તું અને સરળ છે. ફર્નેશ ઉદ્યોગ, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, ફૂડ પ્રોસેસિંગ અને ન્યુક્લિયર રિએક્ટર જેવા વિસ્તારોમાં કંટ્રોલ સિસ્ટમ ચલાવવા માટે કોમ્પ્રેસડ એર એકમાત્ર પસંદગી છે.
- વાયુ યુક્ત નિયંત્રણ સિસ્ટમોમાં એર સિલિન્ડરનું ઉપયોગ ખૂબ વ્યાપક પણે થાય છે , કારણ કે લિનિયર એટલે કે રેખીય ગતિ (સીધી ગતિ) એ સિસ્ટમની સૌથી સામાન્ય (Common) જરૂરિયાત છે. રોટેટીંગ એક્યુએટર્સ (મોટર્સ) --પોર્ટેબલ ડ્રિલિંગ મશીન , પાવર ટુલ્સ જેવા હેન્ડ ટુલ્સમાં ન્યૂમેટીકનો ઉપયોગ ખૂબ થાય છે.
ઉદાહરણ.
1.નીચે આપેલ Fig 1માં પિસ્ટન ટોગલ લીંક ને ખસેડી છે. ટોગલ લિંકના મુક્ત છેડા વર્કને ક્લેમ્પ કરે છે. ટોગલ લિન્ક ની મૂવમેન્ટ બ્લેક એરો થી બતાવેલી છે.
2.નીચે આપેલ આકૃતિમાં પિસ્ટન જમણી તરફ ખસે ત્યારે પિવોટેડ લિંક ની મદદથી લિન્ક ડાબી તરફ ખસે છે. આ પિસ્ટન Compressd Air થી સંચાલિત છે.
3. નીચે આપેલ આકૃતિમાં ગુરુત્વાકર્ષણ દ્વારા પડતો બોલ સિલિન્ડરની ડાબી તરફની ક્રિયા દ્વારા માર્ગ -I અને માર્ગ-II માં પડે છે.
4. નીચે આપેલ આકૃતિ માં પિસ્ટનની ઉપરની મૂવમેન્ટ--પીગળેલી ધાતુને ઉપાડવાના લેડલને જરૂરિયાત મુજબ ઉપર - નીચે કરે છે.
1. ન્યુમેટીક ઘટકોમાં કાટ સામે સાવચેતી રાખવી.
2. શરીરના ભાગોને સાફ કરવા માટે સંકુચિત હવાનો ઉપયોગ કરશો નહીં.
3. ન્યુમેટીક સિસ્ટમને સાફ કરવા માટે ક્યારેય કેરોસીનનો ઉપયોગ કરશો નહીં.
4. સંકુચિત હવા સળગતી નથી પરંતુ દબાણને કારણે વિસ્ફોટ થઈ શકે છે.
5. ન્યુમેટીક સિસ્ટમ હાઈ સ્પીડ પર કામ કરે છે. મોટા ભાગના અકસ્માતો આ દરમિયાન જ થાય છે, તેથી હેન્ડલિંગ કરતી વખતે કાળજી રાખવી.
6. ન્યૂમેટીક સિસ્ટમ કામ કરતી હોય તે વખતે , મુવેબલ ભાગમાં હાથ ન નાખશો.
7. મેઈન્ટેનન્સ પહેલા, મુખ્ય વાલ્વ બંધ કરો. ત્યારબાદ જ ન્યૂમેટીક સિસ્ટમ નું મેઈન્ટેનન્સનું કામ કરવું.
8. સંકુચિત હવા યુક્ત નળી નું જોડાણ છૂટું પડે તો, તે હવાના પ્રવાહના કારણે ચાબુક મારવાની ક્રિયા થઈ શકે છે, જે ઈજાનું કારણ બની શકે છે.
No comments:
Post a Comment