આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label આઈ.ટી.આઈ. પરીપત્રો. Show all posts
Showing posts with label આઈ.ટી.આઈ. પરીપત્રો. Show all posts

Friday, March 25, 2022

DGT દ્વારા 2018-20, 2019-20 બેચ માટે એક વખત રિલેક્સેશન આપી પાસ કરવાનો પરિપત્ર તારીખ: 25/03/2022 ના રોજ જાહેર કરવામાં આવ્યો... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો



  • 28-02-2022ના રોજ AITT-2021નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
  • કોરોના વાઈરસ રોગચાળાને કારણે, રેગ્યુલર કલાસ ન થવાને કારણે...
  • 2018-20(2nd year of 2 year trade)
  • 2019-20(one year and six month) ની બેચોને પણ નીચેનું રિલેકસેશન એક વખત આપવામાં આવે.
  • જે અગાઉની બેચોને તારીખ-03/03/2022 ના પરીપત્ર મુજબ આપેલ.
  1. જે તાલીમાર્થીઓ એ ટ્રેડ થિયરી માં 24 થી 32  માર્કસ ની વચ્ચે માર્કસ મેળવ્યા હોય...તેમને 33 માર્કસ આપી Pass જાહેર કરવા.
  2. જે તાલીમાર્થીઓ એ વર્કશોપ સાયન્સ અને ઈ. એસ. માં  12 થી 16 માર્કસ ની વચ્ચે માર્કસ મેળવ્યા હોય... તેમને 17 માર્કસ આપી Pass જાહેર કરવા.
  3. આ બધા મુદ્દાઓ ઓથોરિટી દ્વારા એપ્રુવલ કરવા.
  • DGT દ્વારા 2018-20, 2019-20 બેચ માટે એક વખત રિલેક્સેશન આપી પાસ કરવાનો પરિપત્ર તારીખ: 25/03/2022 : અહીં ક્લિક કરો

Thursday, March 3, 2022

DGT દ્વારા 2019-21, 2020-21બેચ માટે એક વખત રિલેક્સેશન આપી પાસ કરવાનો પરિપત્ર તારીખ:03/03/2022 ના રોજ જાહેર કરવામાં આવ્યો... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો



  • 28-02-2022ના રોજ AITT-2021નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું.
  • કોરોના વાઈરસ રોગચાળાને કારણે, રેગ્યુલર કલાસ ન થવાને કારણે...
  • 2019-21(2nd year of 2 year trade)
  • 2020-21(one year and six month) ની બેચોને નીચેનું રિલેકસેશન આપવામાં આવે.
  1. જે તાલીમાર્થીઓ એ ટ્રેડ થિયરી માં 24 થી 32  માર્કસ ની વચ્ચે માર્કસ મેળવ્યા હોય...તેમને 33 માર્કસ આપી Pass જાહેર કરવા.
  2. જે તાલીમાર્થીઓ એ વર્કશોપ સાયન્સ અને ઈ. એસ. માં  12 થી 16 માર્કસ ની વચ્ચે માર્કસ મેળવ્યા હોય... તેમને 17 માર્કસ આપી Pass જાહેર કરવા.
  3. આ બધા મુદ્દાઓ ઓથોરિટી દ્વારા એપ્રુવલ કરવા.
  • DGT દ્વારા 2019-21, 2020-21બેચ માટે એક વખત રિલેક્સેશન આપી પાસ કરવાનો પરિપત્ર તારીખ:03/03/2022 : અહીં ક્લિક કરો

Tuesday, February 1, 2022

DGT alerts: extension of CITS --RPL Scheme..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

  • પરિપત્ર મુજબ CITS--RPL પરીક્ષા Dec-2025 સુધી લેવામાં આવશે.
  • આ માટેની ગાઇડલાઈન પાછળથી ઇસ્યુ કરવામાં આવશે.
  • RPL ના રજીસ્ટ્રેશન માટે ટુંક સમય માં ગાઈડ લાઈન જાહેર થશે.
  • જે સુ. ઈ. આ માટે એલિજીબલ છે તેઓએ જરૂરથી આમાં ભાગ લેવો.
  • આ માટે સ્ટડી મટીરીયલ આ બ્લોગ ઉપર મુકીશું.
CITS--RPL  પરિપત્ર તારીખ-01/02/2022: અહીં ક્લિક કરો

Friday, January 28, 2022

એપ્રેન્ટીસીપ ટ્રેનીંગ બાદની પરીક્ષા બાબત: MSDE નો તારીખ: 25-01-2022 ,31-01-2022 નો પરિપત્ર..વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 




પરિપત્રમાં ઉલ્લેખ કરેલ બાબતો:

  • MSDE દ્વારા એપ્રેન્ટીસીપ ટ્રેનીંગની પ્રક્રિયા  સરળ કરવાનો હેતુ.
  • ITI પાસ/  NTC-નેશનલ ટ્રેડ સર્ટીફિકેટ હોલ્ડર ને એપ્રેન્ટીસીપ બાદની ટ્રેડ થીયરી પરીક્ષામાંથી મુકતી--કે જે NAC-નેશનલ એપ્રેન્ટીસીપ સર્ટીફિકેટ માટે જરૂરી હતી.
  • તેમનું રિઝલ્ટ પ્રેક્ટિકલ પરીક્ષામાં મેળવેલ માર્કસ મુજબ બનશે.
  • આ આદેશ તા: 1-JAN-2022 થી લાગુ પડશે.
  • આ આદેશ હવે પછી-AITT પ્રેક્ટિકલ પરીક્ષા પાસ થયેલ પણ ટ્રેડ થિયરીમાં નાપાસ થયેલા હોય તેને પણ લાગુ પડશે.
  • વધુમાં ઈન્ડસ્ટ્રીમાં હાલ ટ્રેનીંગ લઈ રહેલા એપ્રેન્ટીસ માટે-પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન ટ્રેનીંગના છેલ્લા વીકમાં કરવામાં આવે અને ત્યારબાદ ફાઈનલ સર્ટી-- એપ્રેન્ટીસ માટેનું ટ્રેનીંગ ના છેલ્લા દિવસે,જે તે ટ્રેડ માટે ઈસ્યુ કરવામાં આવે.
  • આ બાબત ઓથોરીટી દ્વારા એપ્રુવ કરેલ.
નોધ: MSDE નો તારીખ: 25-01-2022 નો પરિપત્ર-English માં જ આખરી ગણાશે.

Friday, December 31, 2021

DGT Alerts: આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓને પ્રથમ વર્ષમાં Pass / પ્રમોટ કરવાનો લેટેસ્ટ પરિપત્ર તા-29/12/2021... વધુ માહિતી માટે નીચે લીંક ઉપર ક્લીક કરો.


પરિપત્રનો ગુજરાતી અનુવાદ:

 1.DGT, MSDE દ્વારા અત્યારે નીચે જણાવેલ તાલીમાર્થીઓની , AITT-2021 પરીક્ષા લેવાનાર છે.

  • First Year of 2020-21 session (CBT, PRACTICAL,ED)
  • Second Year of two year trade session 2019-21 (CBT, PRACTICAL,ED) 
  • First Year of two year trade session 2020-22  (PRACTICAL,ED)

2.બે વર્ષ ના ટ્રેડમાં પ્રથમ વર્ષ દરમ્યાન કોરોના રોગચાળો ચાલતો હતો....આ બાબત ની રજૂઆત અલગ અલગ સ્ટેટ દ્વારા કરવામાં આવી હતી.અને આ બાબત DGT એ ધ્યાને લીધેલ છે.

3.ઓથોરિટીએ નીચેના નિર્ણયો લીધા છે. જેમાં

  • જે તાલીમાર્થીઓ First Year of two year trade session 2020-22 માં હતા તેઓને પ્રથમ વર્ષમાં પ્રમોશન આપવું. PRACTICAL,ED માં તે પાસ હોય તો તેને પ્રથમ વર્ષ માં પાસ જાહેર કરવો.
  • CBT પરીક્ષા ફી આપેલી હોય તો તેને બીજા વર્ષની CBT પરીક્ષા ફીમાં એડજસ્ટ કરવી.
  • session 2020-22 નું બીજું વર્ષ 3જી જાન્યુઆરી-2022 થી ચાલુ કરવું.
  • session 2020-22 ના તાલીમાર્થીઓને  આમ પ્રથમ વર્ષમાં પ્રમોટ કરવાથી તેમના પહેલાની બેચ: 2018-20 અને બેચ: 2019-21 તેઓને પણ અસર થશે.તેઓને પણ જે તાલીમાર્થીઓ PRACTICAL,ED માં  પાસ હોય તો તેમને પ્રથમ વર્ષ માં પાસ જાહેર કરવા.
  • T.T., WSC, E.S. ના માર્કસ E.D. અને પ્રેકટીકલ , ફોર્મેટિવ એસેસમેંટના આધારે ગણવા.
4. આ નિયમ એ તાલીમાર્થીઓને લાગુ પડશે કે જેઓએ E.D. અને પ્રેકટીકલની પરીક્ષા પાસ કરેલ હોય. તેઓની બીજા વર્ષની પરીક્ષા --બીજા વર્ષના સિલેબસ પ્રમાણે લેવાશે.

5.આ બાબત સેક્રેટરી, MSDE દ્વારા એપ્રુવ કરેલ.

  • DGT દ્વારા જાહેર કરેલ મૂળ આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓને પ્રથમ વર્ષમાં Pass / પ્રમોટ કરવાનો લેટેસ્ટ પરિપત્ર : ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો,તા-29/12/2021નો  જ માન્ય ગણાશે. અનુવાદ ફક્ત જાણ ખાતર છે.

Friday, November 26, 2021

DGT Alerts (નોટીસ) : તારીખ-25/11/2021--Notification of CBT December exam Fees ભરવાની બાબત અને અટેડન્સ , ફોર્મેટિવ માર્કસ ની એંટ્રી ની તારીખ લંબાયેલ બાબત....વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

 

  •      તારીખ-25/11/2021ના રોજ કરવામાં આવેલ નોટિફિકેશન--Notification of CBT December exam Fees ભરવાની બાબત અને અટેડન્સ , ફોર્મેટિવ માર્કસ ની એંટ્રી ની તારીખ લંબાયેલ , પરિક્ષાના માર્કસ , વિષય બાબત:  ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
  • ઉપરોક્ત પરિપત્ર અનુસાર ફી આઈ.ટી.આઈ.. દ્વારા ડાઇરેક્ટ નીમી ને આપવી એટલે કે તાલીમાર્થીઓ ફી ઓફલાઇન આઈ.ટી.આઈ.માં જમા કરશે.અને એ ફી આઈ.ટી.આઈ નીમી ને આપશે.
  •       અટેડન્સ , ફોર્મેટિવ માર્કસ ની એંટ્રી ની તારીખ- 30/11/2021 સુધીલંબાયેલ છે.
  • પરિક્ષાના માર્કસ અને વિષય બાબત

નોધ: ઉપરોક્ત માહિતી તમારી જાણ માટે છે.અંગ્રેજી પરિપત્ર આખરી ગણાશે.

Thursday, October 21, 2021

Equivalency of RPL CITS Certificate with Respect to One Year Regular CITS Certificate ..Date-26/07/2019..વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

 

CTS-Non Affi.-Nov 2021 First year and Second Year Marks Entry કેટલી કરવી ...તે બાબતનો પરિપત્ર તારીખ-20-10-2021....વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

 

  • CTS-Non Affi.-Nov 2021 First year and Second Year Marks Entry  કેટલી કરવી? તે બાબતે જીસીવીટી દ્વારા તારીખ-20-10-2021 ના રોજ પરિપત્ર કરવામાં આવ્યો.
  • પરિપત્ર ડાઉનલોડ કરવા : અહી ક્લિક કરો

Friday, June 4, 2021

બે વર્ષના ટ્રેડ માટે બીજા વર્ષના વિષય : એમ્પ્લોયબીલીટી સ્કીલ ના કોર્ષ અંગે DGT દ્વારા આદેશ કરવામાં આવ્યો-- જાહેર કર્યા તારીખ : ૨૭/૫/૨૦૨૧.....વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો

 

  •  એમ્પ્લોયબીલીટી સ્કીલ-બીજું વર્ષ  ના કોર્ષ અંગે DGT દ્વારા  કરવામાં આવેલ આદેશ ની PDF ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો 
 
  • આદેશમાં આપવામાં આવેલ માહિતીની વિગત : 
  1. અગાઉના આદેશ પ્રમાણે પ્રથમ વર્ષ માટે -૧૬૦ કલાક નિયત થયેલા , બીજા વર્ષ માટે -૮૦ કલાકનું વેબ  બેઝ  મોડ્યુલ  ઈમ્પ્લીમેન્ટ કરવાનું હતું.
  2. તે અન્વયે NIMI  અને  CSTARI દ્વારા  બેઝ  મોડ્યુલ ને બદલે ક્લાસ રૂમ ટ્રેનીંગ  ડેવલોપ કરવામાં આવ્યું અને તેને બીજા વર્ષમાં ઈમ્પ્લીમેન્ટ કરવું અને AITT અન્વયે તેની ૫૦ માર્કસની પરીક્ષા લેવાય ..વધુમાં તેના અગાઉના ફોર્મેટીવ એસેસમેન્ટ ના ૫૦ માર્કસ ઓછા કરવામાં આવે જેથી કરીને બીજા વર્ષના ટોટલ માર્કસ  બદલાય નહિ .
  3. આ કોર્ષ ઓગષ્ટ -૨૦૨૦ થી અમલ કરવો. તેનો રીવાઈઝ સિલેબસ dgt.gov.in ઉપર આપેલ છે. નીચે ડાઉનલોડ ની લિંક આપેલ છે. 

નોધ : ઉપર આપવામાં આવેલ માહિતી ફક્ત જાણ ખાતર છે. અંગ્રેજીમાં આપવામાં આવેલ- DGT દ્વારા પ્રસિદ્ધ થયેલ પરીપત્ર જ આખરી ગણાશે .

Friday, May 21, 2021

DGT દ્વારા AITT -- CTS for session 2018-20, 2019-20 and 2019-21 માટે નોટીસ જાહેર કરવામાં આવી ...તારીખ : ૧૮-૦૫-૨૦૨૧..વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો

 

  • નોટીસમાં આપવામાં આવેલ માહિતી :
  1. AITT for CTS for session 2018-20 (બે વર્ષના ટ્રેડ માટે બીજા વર્ષની પરીક્ષા ), 2019-20 (એક  વર્ષના ટ્રેડ માટે ફાઈનલ એક વર્ષની પરીક્ષા ) and 2019-21 (બે વર્ષના ટ્રેડ માટે પ્રથમ  વર્ષની પરીક્ષા) એપ્રિલના બીજા અને ત્રીજા વીકમાં લેવાયેલ છે . સ્ટેટ  વાઈઝ આ પરીક્ષા મેપ થયેલ હતી .જે તાલીમાર્થીઓ આ પરીક્ષામાં બેઠા નહોતા એમની પરીક્ષા હવે  રીઝલ્ટ ડીકલેર થયા પછી  ૨ મહિનાની અંદર બીજા વધેલા તાલીમાર્થીઓ સાથે થશે . DGT દ્વારા આ તાલીમાર્થીઓનું રીઝલ્ટ બે વીક માં જાહેર કરવામાં આવશે .
  2. સેમેસ્ટર પદ્ધતિમાં નાપાસ થયેલા તાલીમાર્થીઓની પરીક્ષા જે તે સ્ટેટ ની રોગચાળા ની પરિસ્થિતિના આધારે DGT સાથે ચર્ચા કરી તેનું સમયપત્રક પાછળથી જાહેર કરવામાં આવશે.
  3. અગાઉ DGT દ્વારા જાહેર કર્યા પ્રમાણે , બે વર્ષના તાલીમાર્થીઓને એક વર્ષમાંથી બીજા વર્ષમાં પ્રમોટ કરવામાં આવેલ  છે અને પાછળથી તેમની પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ રીઝલ્ટ ડીકલેર કરવામાં આવશે .
  4. DGT દ્વારા જાહેર થયેલ સ્કીમ /કોર્ષ ,તેની વેબસાઈટ -dgt.gov.in  ઉપર ઉપલબ્ધ છે.

નોધ : ઉપર ની માહિતી ફક્ત તાલીમાર્થીઓની સમજણ માટે છે. DGT ની વેબસાઈટ ઉપર આપવામાં આવેલ  English -નોટીસ જ આખરી માન્ય ગણાશે .

Friday, February 12, 2021

બે વર્ષના ટ્રેડ --એડમીશન વર્ષ : ૨૦૧૯ ની પ્રથમ વર્ષની પ્રેક્ટીકલ અને ડ્રોઈંગ ની પરીક્ષાનું સમયપત્રક જોવા.. વિડીઓ અને વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો

 


  • બે  વર્ષના ટ્રેડ --એડમીશન  વર્ષ : ૨૦૧૯ ની પ્રથમ વર્ષની  પ્રેક્ટીકલ અને ડ્રોઈંગ ની પરીક્ષા વિશેનો વિડીઓ જોવા માટેઅહીં ક્લિક કરો 



Wednesday, December 30, 2020

Computer Based Test--ઓનલાઈન પરીક્ષાના પરિણામમાં ગ્રેસ (વધારાના )માર્ક્સ આપવામાં નહિ આવે તે બાબતનો પરિપત્ર-એડમીશન -૨૦૧૯ , વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો

 


  • બીજો રેફરન્સ : ફીટર NSQF કોર્ષ , વર્ઝન -૧.૨ ,૨૦૧૯ ,પાના નંબર -૫ , 2.4.1. PASS REGULATION- There will be no grace marks.

  • એડમીશન વર્ષ-૨૦૧૯ થી  CTS (તાલીમાર્થીઓ માટે )અને CITS  બને સ્કીમમાં કોઈ પણ પ્રકારના ગ્રેસ એટલે કે વધારાના માર્કસ આપવામાં નહી આવે.
નોધ : DGT નો અંગ્રેજીમાં પરિપત્ર જ માન્ય ગણાશે. ઉપરની માહિતી તાલીમાર્થીઓના જાણ ખાતર છે. 

Computer Based Test--ઓનલાઈન પરીક્ષા (NSQF) કેટલા પ્રયત્ને પાસ કરવાની છે ? એડમીશન -૨૦૧૯ થી ...પરિપત્ર અને વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો

 

  • આ નિયમો એડમીશન  વર્ષ-૨૦૧૯ થી ગણવામાં આવશે. 
  • ટોટલ  ૪ પ્રયત્નો આપવામાં આવશે . જેમાં ૧ મુખ્ય અને ૩ વધારાના પ્રયત્નો આપવામાં આવશે .
  • આ વધારાના પ્રયત્નો માટેની પરીક્ષા દર ૬ મહીને અથવા ૩ મહીને યોજાશે .જો તાલીમાર્થી આમાંથી એક પણ પ્રયત્ન કરતો નથી તો તેનું રજીસ્ટ્રેશન રદ થશે .
  • જો એક પણ પ્રયત્ન + ૩ પ્રયત્ન અથવા તાલીમના ૧.૫ વર્ષ દરમિયાન તે પાસ  ન કરે તો તેનું રજીસ્ટ્રેશન રદ થશે .
  • આ દરમિયાન તે AITT પાસ નથી કરતો તો તેનું નામ પોર્ટલ ઉપરથી જતું રહેશે 

નોધ : DGT નો અંગ્રેજીમાં પરિપત્ર જ માન્ય ગણાશે. ઉપરની માહિતી તાલીમાર્થીઓના જાણ ખાતર છે. 

Saturday, October 17, 2015

ફિટર ટ્રેડમાં સ્ટોરમાંથી લાવેલ મટીરીયલને પ્રેક્ટિકલમાં ઉપયોગ કર્યા પછી સ્ક્રેપ તરીકે આપવા માટે કેટલી ઘટ મળવા પાત્ર છે? પરિપત્ર અને વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો



ફિટર ટ્રેડમાં સ્ટોરમાંથી લાવેલ મટીરીયલને પ્રેક્ટિકલમાં ઉપયોગ કર્યા પછી સ્ક્રેપ  તરીકે આપવા માટે નીચે પ્રમાણે ઘટ મળવા પાત્ર છે:
  • સંદર્ભ: સીટીએસ. -સ્ટોર /ઘટ (૪)૯૯૦૪.
     તારીખ:૧૨/૦૮/૧૯૯૯.
  • લોખંડ ,પ્લાસ્ટીક, કાસ્ટ આયર્ન,રબર - ૨૦% ઘટ મળવા પાત્ર છે.
  • તાબુ  ,પિત્તળ , એલ્યુમીનીયમ ,સ્ટેઇનલેસ સ્ટીલ  - ૧૦% ઘટ મળવા પાત્ર છે.