આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Tuesday, October 4, 2022

ISRO, સ્પેસ એપ્લિકેશન સેન્ટર, અમદાવાદ દ્વારા આઈ. ટી. આઈ. ના ટ્રેડ એપ્રેન્ટીસની ભરતી-2022...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • ટ્રેડ એપ્રેન્ટીસ માટે લાયકાત: SSC + ITI NCVT પાસ માટે.
  • ટ્રેડ:  COPA, CAR PAINTER, DM, DC, MH, FT, TURNER, PAINTER, AOCP, RFM, EM RADIO, ET.
  • પગાર ધોરણ: 7700₹ /- (COPA, CAR PAINTER)
                             : 8050₹/-( બાકીના ટ્રેડ માટે)
  • ઓનલાઈન એપ્લિકેશન ની લીંક શરૂ થવાની તારીખ: 21/09/2022.
  • છેલ્લી તારીખ: 09/10/2022.
  • ISRO Advt ની PDF ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
  • ઓનલાઈન અરજી કરવાની લીંક માટે: અહીં ક્લિક કરો
  • સિલેકશન: આઈ. ટી. આઈ માં મેળવેલ માર્ક્સના આધારે મેરીટ યાદી તૈયાર થશે.
આ ઉપરાંત ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ(B.E., B.TECH.) અને ટેકનીશિયન એપ્રેન્ટીસ (Diploma) માટે પણ ઉપરની Advt માં જગ્યાઓ છે.

Wednesday, September 28, 2022

Marksheet જનરેટ ન થવા બાબત: વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

સુચના: 

જે તાલીમાર્થીઓની Aug-2022 CBT પરીક્ષાની માર્કશીટ મળેલ નથી અથવા ડાઉનલોડ થતી નથી પરંતુ તેઓનું RESULT આવી ગયેલ છે. તેવા તાલીમાર્થીઓના રિઝલ્ટ જોતા "CBT Fee  not paid. Please pay the CBT fee through the online payment link or request your ITI to pay through NIMI portal.

Result will be available 48 hours after CBT fee payment."

આવી સુચના આવે છે. પરંતુ તેઓએ CBT Fee ભરેલ હશે. તેવા તાલીમાર્થીઓએ નીચે આપેલ વિગતો લઈ પોતાની આઈ. ટી. આઈ નો સંપર્ક કરવો ત્યાંથી તમને pdf મળી જશે:

Trainee Registration no. R2108240.... વાળો.

Trainee name: તમારું નામ.

Academic Session: 2021-23/2021-22.

Examination year: 2022.

CBT fee details:

Nimi portal pay order id: CBTM22...... વાળો.

Nimi portal CC Avenue Ref. Id: 12 આંકડાનો નંબર.


Result જોવા માટેની લિંક માટે: અહીં ક્લિક કરો


Tuesday, September 27, 2022

DGT Alerts: CBT Answer Sheet ડાઉનલોડ કરવા બાબત ...... વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો

 

  • સૌ પ્રથમ NCVT MIS portal : https://www.ncvtmis.gov.in/ ઉપર જવું. તેના ઉપર " Trainee" ઓપ્શન માં " Trainee Profile " માં જવું અને જરૂરી વિગતો જેવી કે...Roll no. R210840..... વાળો નંબર, Father name, D.O.B. -જન્મ તારીખ, કેપચા- અંગ્રેજી ના અક્ષરો... નાખવાથી પોતાની વ્યક્તિગત Profile ખુલશે. જેના Screen shot નીચે પ્રમાણે છે... જૂઓ.
  • ઉપર જણાવ્યા પ્રમાણે Profile ખુલ્યા બાદ " View CBT Exam Center " ઉપર ક્લિક કરવું. આમ કરવાથી નીચે મુજબ સ્ક્રીન ખુલશે.
  • તેમાં જમણી બાજુ આંગળીના ટેરવા થી જવાથી છેલ્લે ઉપર Screen shot માં બતાવ્યા પ્રમાણે "View Response Sheet" ઓપ્શન ઉપર ક્લિક કરવાથી તમારી Answer Sheet  નીચે Screen shot મુજબ જોવા મળશે.
  • જેને તેમ " Save and Print "  ઓપ્શન દ્વારા Save અથવા Print કરી શકો છો.
  • Answer Sheet માં તમે ટિક કરેલા જવાબ અને સાચો જવાબ - ગ્રીન કલરથી કરેલ બતાવેલ છે.
  • નોંધ: જે તાલીમાર્થીની Answer Sheet આ પ્રમાણે ડાઉનલોડ ના થાય તો જરૂરી વિગતો સાથે Comment box -નીચે આપેલ Post a Comment માં Reply કરશો.તમારું ઈ મેઈલ આઈ ડી ઉલ્લેખ કરશો.જરૂરથી  જવાબ આપીશું.

Vernier Height Gauge ના ઝીરો સેટિંગ બાબત: Vernier Scale અને Main Scaleનો " Zero " એડજસ્ટ કઈ રીતે કરવો? વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • Vernier Height Gauge માં તાલીમાર્થીઓ દ્વારા જ્યારે જોબ ઉપર માર્કિંગ કરવામાં આવે છે, તે દરમિયાન તાલીમાર્થીઓ  તેમાં ઝીરો સેટિંગ કર્યા વગર જ માર્કિંગ કરતા હોય છે. જેના કારણે વારંવાર માર્કિંગમાં ભૂલ આવે છે.
  • તો આ બાબત ધ્યાને લઈ જયારે સૌ પ્રથમ માર્કિંગ કરવાનું શરૂ કરો એ પહેલો Vernier Height Gauge નો ઝીરો સેટ કરવો પડે છે. જેના માટે નીચેના સ્ટેપ અનુસરવા:
Step- 1 : સૌ પ્રથમ Vernier Height Gaugeનો "Zero" સેટિંગ ચેક કરો નીચે આકૃતિમાં "Zero" સેટિંગ ન હોય તેવું ઉદાહરણ આપેલું છે:
Step-2 : હવે,  મેઈન સ્કેલનું એડજસ્ટમેન્ટ "ફાઈન એડજસ્ટર" દ્વારા કરી નીચે પ્રમાણે Vernier Scale અને Main Scaleના ઝીરો ને મેચ કરી સ્ક્રુ ટાઈટ કરો. નીચે આપેલ આકૃતિ ધ્યાનથી જુઓ.
  • ત્યારબાદ જ માર્કિંગ કરવાની શરૂઆત કરો તો ભૂલ થવાની શક્યતા નહીવત રહેશે.