આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Tuesday, September 27, 2022

Vernier Height Gauge ના ઝીરો સેટિંગ બાબત: Vernier Scale અને Main Scaleનો " Zero " એડજસ્ટ કઈ રીતે કરવો? વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • Vernier Height Gauge માં તાલીમાર્થીઓ દ્વારા જ્યારે જોબ ઉપર માર્કિંગ કરવામાં આવે છે, તે દરમિયાન તાલીમાર્થીઓ  તેમાં ઝીરો સેટિંગ કર્યા વગર જ માર્કિંગ કરતા હોય છે. જેના કારણે વારંવાર માર્કિંગમાં ભૂલ આવે છે.
  • તો આ બાબત ધ્યાને લઈ જયારે સૌ પ્રથમ માર્કિંગ કરવાનું શરૂ કરો એ પહેલો Vernier Height Gauge નો ઝીરો સેટ કરવો પડે છે. જેના માટે નીચેના સ્ટેપ અનુસરવા:
Step- 1 : સૌ પ્રથમ Vernier Height Gaugeનો "Zero" સેટિંગ ચેક કરો નીચે આકૃતિમાં "Zero" સેટિંગ ન હોય તેવું ઉદાહરણ આપેલું છે:
Step-2 : હવે,  મેઈન સ્કેલનું એડજસ્ટમેન્ટ "ફાઈન એડજસ્ટર" દ્વારા કરી નીચે પ્રમાણે Vernier Scale અને Main Scaleના ઝીરો ને મેચ કરી સ્ક્રુ ટાઈટ કરો. નીચે આપેલ આકૃતિ ધ્યાનથી જુઓ.
  • ત્યારબાદ જ માર્કિંગ કરવાની શરૂઆત કરો તો ભૂલ થવાની શક્યતા નહીવત રહેશે.

Friday, September 23, 2022

એડમિશન-2022 બાબત: DGT દ્વારા તા- 22/09/2022 ના રોજ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • DGT દ્રારા જાહેર કરેલ પત્ર નો ટુંકમાં સારાંશ નીચે મુજબ છે:
1.DGT દ્વારા અગાઉ 12/05/2022 અને 16/08/2022 ના રોજ કરેલ પરિપત્ર મુજબ CTS કોર્ષ -2022,23/24 માટે એડમિશનની છેલ્લી તારીખ :31/08/2022 હતી.
2. બધા સ્ટેટ ડિરેકટર તરફથી મળેલ રજૂઆતો અને સૂચનો ધ્યાનમાં લેતાં હવે એડમિશનની તારીખ: 31/09/2022 સુધી લંબાવવામાં આવે છે.
3. ડેટા અપલોડ કરવા માટે ની API લીંક NCVT MIS પોર્ટલ ઉપર તારીખ: 1/10/2022 થી 15/10/2022 દરમ્યાન ઓપન થશે.
4. આ એડમિશનમાં વધારેમાં વધારે એડમિશન થાય એવા પ્રયત્નો કરવા.
5. 31/05/2023  (31/05/2022-લેટર માં ભૂલ હોય એવું લાગે છે) સુધીમાં તાલીમાર્થીઓ નો સિલેબસ પૂરો કરવાનો થાય છે જે માટે જરુર પડે તો Extra Classes નું એરેંજમેન્ટ કરવું.
6. બીજી activities અગાઉ ના બે પરિપત્રો મુજબ જ રહેશે. જે નીચે લીંકમાં આપેલા છે.

નોંધ: ઉપર લિંક માં આપેલ English પરિપત્ર જ આખરી ગણાશે.

Friday, September 16, 2022

DRDO દ્વારા આઈ.ટી.આઈ. ના તાલીમાર્થીઓની ટેકનિકલ કેડરમાં ભરતી-2022, છેલ્લી તારીખ-23/09/2022... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


DRDO એટલે Defence Research and Development Organization  જે Govt of India ની સ્વાયત્ત સંસ્થા છે જેના દ્વારા DRTC (Defence Research Technical Cadre)  માટે આઈ. ટી. આઈ. ના પાસ આઉટ તાલીમાર્થીઓની  ભરતી થવા જઈ રહી છે. ખરેખર આપણા તાલીમાર્થીઓએ આ Advt માં ઓનલાઈન એપ્લિકેશન કરવી જોઈએ. જેની વિગત નીચે મુજબ છે:

AUTO, COPA, MD,CNC,DM, DTP,MH,FT,GRINDER,MMV,RFM,TURNER,SHEET METAL, WELDER, ET, ELECTRONIC.
  • ઓનલાઈન એપ્લિકેશનની લીંક શરૂ થવાની તારીખ: 3/09/2022.
  • ઓનલાઈન એપ્લિકેશનની લીંક બંધ થવાની તારીખ: 23/09/2022.

Wednesday, September 14, 2022

Employability Skills (ES) ના સિલેબસ અને Learning Hours બાબત: DGT નો તા:5/09/2022 નો પરિપત્ર...વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


માનનીય, Atulkumar Tiwari, IAS Add. secretary, DGT દ્વારા નીચે પ્રમાણે આદેશ કરવામાં આવ્યો. જેેના
મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે છે:
1. Revised. Syllabus ES-120hrs for Students  of 1 year Course  અને 1st year of 2 year Course &  60hrs Advance Course in the 2nd year of 2 year Course, 60hrs for  Six Month Course આ પ્રમાણે ગણવું.
2. આ Revised Syllabus Session-2022/23થી ..... હવે પછી લાગુ કરવો.

નોંધ: ઉપરનું ગુજરાતી રૂપાંતરણ ફક્ત સમજ માટે છે.English પરીપત્ર જ આખરી ગણાશે: ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો