આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Thursday, July 6, 2023

CBT હોલ ટીકીટ ડાઉનલોડ બાબત: NCVT MIS પોર્ટલ ઉપર આ બાબતની સુચના આપવામાં આવી છે, તારીખ:6/7/2023.... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


સુચના:

તમામ તાલીમાર્થીઓને જણાવવાનુ કે  CBT ની હોલ ટિકિટ તાલીમાર્થીઓના ઈ મેઈલ આવી ગયેલ અને જેમની હોલ ટિકિટ મેઇલમાં આવેલ  ન હોય તે તાલીમાર્થીઓને  આઈ.ટી.આઈ માં પરીક્ષા શાખામાંથી મેળવી લેવા જણાવવુ.


Friday, June 30, 2023

છેલ્લો દિવસ... (dedicated to all my ITI Staff)


જીવનની આ સુંદર પળોને વાગોળતા વાગોળતા,
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
હાજર થતા વખતની એ યાદોને વાગોળતા વાગોળતા
યાદ કરું છું કે સાલું ક્યાં જઉં તો બેસવા માટે જગ્યા મળે....
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
ટ્રેડમાં પ્રવેશતાની સાથે જ ઘણા ચહેરાઓ યાદ આવે છે,
યાદ કરું છું એ ખુશ મિજાજી ચહેરાઓને.........
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
ચર્ચાઓ વખતની એ વાતોને વાગોળતા વાગોળતા ,
યાદ કરું છું એ દોસ્તોના મુખેથી સાંભળેલા મજાકિયા શબ્દોને..
સાલાઓ પાછળથી કહેતા ખોટું ના લગાડતો, સ્વભાવ મજાકયો છે....
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
ટ્રેડ માં કામ કરતી વખતો ને વાગોળતા વાગોળતા,
કહેતા કે મિત્ર આટલું મારું કામ કરી દે ને યાર, મારે અરજન્ટ કામ છે આવું છું!!!!
પાછળથી ખબર પડતી કે સાલાઓ બધા મને મૂકીને ચા નાસ્તો કરવા ગયા હતા!!!
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
ફોરમેનશ્રીઓની સવારની "જાદુ કી જપ્પી"  ઘણાને નર્વસ કરતી, તો ઘણાને પોતાનો હોવાનું અનુભવ કરાવતી....
પાછળથી કહેતા "ચિંતા" ના કર "હું" છું,આ "શબ્દ" જ જાણે અમને "ફ્રી" કરી દેતો!!!
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
પ્રિન્સિપાલ સાહેબ શ્રી ની મોટીવેશનલ વાતો, ખરેખર બધાને પ્રેરણા આપતી....
 એ ડેડીકેશનથી કામ કરવાની પ્રેરણાને યાદ કરું છું....
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
વોલીબોલ અને ક્રિકેટ રમતી વખતની એ રમુજ પળોને વાગોળતા વાગોળતા,
યાદ કરું છું કે મિત્રોના હસ્તા ચહેરાઓને....
કે જે ઇન્સ્પેક્શનના ટેન્શનને પલભરમાં ભૂલાવી દે!!!
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
અને છેલ્લે બદલીના ઓર્ડર મુકાય છે અને મિત્રો વિખુટા પડે છે ત્યારે હિન્દી ફિલ્મ Mr. India નું   એ ગીત યાદ આવે છે... "જિંદગી કી યહી રીત હૈ, હાર કે બાદ હી જીત હૈ, થોડે આંસુ હૈ થોડી ખુશી....."
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....

Saturday, June 24, 2023

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, પાલનપુર વિભાગમાં વિવિધ ટ્રેડની ભરતી પ્રક્રિયા માટે આઈ.ટી. આઈ.પાસ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાઈ... અરજી કરવાનો સમયગાળો: 03/07/23 થી 12/07/2023.


  •   ગુ.રા.મા.વા.વ્ય. નિગમના પાલનપુર વિભાગ ખાતે એપ્રેન્ટીસ એકટ ૧૯૬૧ પ્રવર્તમાન નિયમાનુસાર (૧) મીકનીક મોટર વ્હીકલ (૨) મીકેનીક ડીઝલ (૩) ઇલેક્ટ્રીશીયન (૪) પ્રો.એન્ડ સી.એસસ્ટીવ આસી (પાસા) (૫) વેલ્ડર આઈ.ટી.આઈ પાસ તથા જરૂરી શૈક્ષાણિક લાયકાત ધરાવતા લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ -૧૦ પાસ ઉમેદવારોને એપ્રેન્ટીસ તાલીમાર્થી તરીકે રોકવાના હોઇ તેવા ઉમેદવારોએ www.apprentice shipndia.org વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી મેળવી તેની સાથે એલ.સી., માર્કશીટ, આઇ.ટી.આઇ. તથા જાતી અંગેનું પ્રમાણપત્ર તેમજ કોઇ ગુનાહીત પ્રવૃતિ આચરવામાં આવેલ નથી તે સબબનો પોલીસનો દાખલો અને બે પ્રતિષ્ઠીત વ્યક્તિના ચાલચલગતનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટા તેમજ જરૂરી ડોકયુમેન્ટ સાથે વિભાગીય કચેરી, એરોમા સર્કલ જી.ડી.મોદી કોલેજ સામે પાલનપુર વહીવટી શાખા ખાતે તા. ૦૩/૦૭/૨૦૨૩ થી તા.૧૨/૦૭/૨૦૨૩ સુધી ૧૧:૦૦ કલાક થી ૧૬:૦૦ કલાક સુધીના સમય દરમ્યાન જાહેર રજાના દિવસો સિવાય શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણિત નકલ સહિત વિભાગીય કચેરી વિહવટી શાખા ખાતે જમા કરાવવાનું રહેશે. આ તારીખ પછી રૂબરૂમાં કે ટપાલ દ્વારા કે અન્ય કોઈપણ માધ્યમથી મળેલ અરજી પત્રક માન્ય રહેશે નહી એવું વિભાગ નિયામકશ્રી એસ.ટી પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Source: (માહિતી બ્યુરો,પાલનપુર) 

Railway Apprentices (ITI) Bharati -2023: ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ -27/06/2023.... સંપૂર્ણ વિગત જાણવા માટે અહીં ક્લિક કરો



ઓનલાઈન ફોર્મ ભરવાની લિંક શરૂ થવાની તારીખ: 27/06/2023.
ઓનલાઈન ફોર્મ ભરવાની લિંક બંધ થવાની તારીખ: 26/07/2023.

  • કયા કયા ટ્રેડ ભરી શકશે? (NCVT/SCVT)

Fitter, Welder,Turner,Machinist, Carpenter,Painter, MMV, COPA, Electrician,EM, WM,RFM,Pipe Fitter,Plumber Draftmen (Civil), Stenographer.

  • ઉંમર?
15 to 24 વર્ષ.

  • ફી: 100₹.
  • સિલેકશન પ્રક્રિયા: 
મેરીટ બનાવવામાં આવશે જેમાં ધોરણ 10 અને આઈટીઆઈ માં મેળવેલ ટકાના એવરેજ ગણવામાં આવશે કોઈપણ પ્રકારનો રિટર્ન ટેસ્ટ લેવામાં આવશે નહીં.
  • કઈ રીતે ફોર્મ ભરવું?
ઓનલાઈનથી Application કરવાની છે. હાલ કોઈ પણ પ્રકારનું Documents મોકલવાનું નથી.


  • માર્કસની ગણતરી: 
ધોરણ 10 ની માર્કશીટમાં બતાવેલ ટોટલ માર્ક્સ ગણવા. અને આઈટીઆઈ ના બે વર્ષ/ એક વર્ષ /તમામ સેમેસ્ટર ના એવરેજ  Consolidate માર્કશીટ પ્રમાણે માર્ક્સ ગણવા.
  • ટ્રેનિંગ નો સમયગાળો: 01 વર્ષ.

  • સ્ટાઈપેન્ડ: સરકારશ્રી ના નિયમ મુજબ.

  • કયા કયા original ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય?

1. S.S.C. Marksheet.
2. L.C.
3. Consolidated ITI Marksheet.
4. National Trade Certificate Issued by NCVT.
5. Cast Certificate (For SC,ST,OBC).
6. Scanned photo .jpg/.jpeg, 20-70kb,DPI 100.
7. Scanned Signature  .jpg/.jpeg, 20-30kb,DPI 100.
  • નોંધ:Document Verification વખતે ઉપરના ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે તેની બે ઝેરોક્ષ બતાવવાની રહેશે.જાતિ સર્ટિફિકેટ માટે વિગતવાર જાહેરાતમાં છેલ્લે ફોર્મેટ આપેલા છે.