આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Monday, October 19, 2015

L & T કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટમાં ૩- મહિનાની કન્સ્ટ્રક્શન ટેક્નીશિયન ની ટ્રૈનિંગ ફ્રીમાં, ૨૦૦૦ પ્રતિ માસ સ્ટાઇપેન્ડ,હોસ્ટેલની સુવિધા


  • લાયકાત : આઈ.ટી.આઈ. -ફિટર, મેસન અથવા કારપેંટર ટ્રેંડ.
  • સમય : ૩-મહિના, ઉમર-૧૮ થી ૩૫ વર્ષ, વજન :૪૫ kg, ઊઁચાઈ -૧૫૫ સે.મી.
  • ડોક્યુમેન્ટ્સ : ૧) પાસપોર્ટ સાઇઝ ફોટો -૪
                  ૨) ઇલેક્શન કાર્ડ / આધાર કાર્ડ / 
                   ડ્રાઇવીંગ લાયસન્સ - ૧
                   ૩) સ્કૂલ લિવીંગ સર્ટિફિકેટ-૧
                   ૪) રેશન કાર્ડ -૧
  • કોન્ટેક કરો : ૦૯૯૨૪૨૯૪૬૮૬, ૦૯૯૨૫૨૩૯૩૫૦
  • સ્થળ : L & T કન્સ્ટ્રક્શન  સ્કિલ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ, સરખેજ - બાવળા નેશનલ હાઈવે, ઝા યડસ કેડીલા ફેક્ટરીની સામે, ચાચરવાડી બસ સ્ટોપ પાસે, અમદાવાદ, ગુજરાત.
  • વિસ્તૃત માહિતી માટે (.jpg) :ડાઉનલોડ કરવા અહીઁ ક્લિક કરો.
  • નોંધ : આ ટ્રેનીંગ ફ્રી છે.

Saturday, October 17, 2015

ફિટર ટ્રેડમાં સ્ટોરમાંથી લાવેલ મટીરીયલને પ્રેક્ટિકલમાં ઉપયોગ કર્યા પછી સ્ક્રેપ તરીકે આપવા માટે કેટલી ઘટ મળવા પાત્ર છે? પરિપત્ર અને વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો



ફિટર ટ્રેડમાં સ્ટોરમાંથી લાવેલ મટીરીયલને પ્રેક્ટિકલમાં ઉપયોગ કર્યા પછી સ્ક્રેપ  તરીકે આપવા માટે નીચે પ્રમાણે ઘટ મળવા પાત્ર છે:
  • સંદર્ભ: સીટીએસ. -સ્ટોર /ઘટ (૪)૯૯૦૪.
     તારીખ:૧૨/૦૮/૧૯૯૯.
  • લોખંડ ,પ્લાસ્ટીક, કાસ્ટ આયર્ન,રબર - ૨૦% ઘટ મળવા પાત્ર છે.
  • તાબુ  ,પિત્તળ , એલ્યુમીનીયમ ,સ્ટેઇનલેસ સ્ટીલ  - ૧૦% ઘટ મળવા પાત્ર છે.
  • સ્ટોરમાંથી લાવેલ મટીરીયલને પ્રેક્ટિકલમાં ઉપયોગ કર્યા પછી સ્ક્રેપ  પ્રક્રિયા માટેનો લેટેસ્ટ પરિપત્ર: ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો 

Wednesday, October 14, 2015

CCC -પરીક્ષાનું સ્ટડી મટીરીયલ....વધુ માહિતી માટે અહીં ક્લિક કરો



આઈ.ટી.આઈ.માં OMR - પદ્ધતિથી પરીક્ષા લેવાની ઘણી જ ઉપયોગી રીત

ઇન્સ્ટ્રક્ટર મિત્રો,
આપણે આઈ.ટી.આઈ.માં ઇન્ટરનલ પરીક્ષા જો OMR - Optical Mark Reading પદ્ધતિથી લેવામાં આવે તો તાલીમાર્થીને  NCVT દ્વારા  લેવામાં આવતી AITS -All India Trade Test માં ઘણો જ ફાયદો થઈ શકે છે.

આ માટે કોઈ પણ જાતના મશીન કે બીજા સાધનો ની જરૂર નથી,પણ આપણી પાસે રહેલા સાધનો નો ઉપયોગ કરવાનો છે. જેવા કે  પેન, પેપર, કોમ્પ્યુટર, પ્રિન્ટર, ઝેરોક્ષ મશીન વગેરે..
૧)સૌ પ્રથમ A4 સાઇઝનું બ્લેન્ક પેપર લઈ તેમાં તમારા સબ્જેક્ટના જરૂરી માર્કસ પ્રમાણે પ્રશ્નો ફક્ત પેજની એક જ બાજુ લખો અથવા ટાઇપ કરી પ્રિન્ટ કરો. જરૂર જણાય તો બીજુ પેપર લેવું. એક જ પેજમાં થાય તો સારુ.
૨)હવે, તમે OMR શીટ (.jpg /.pdf): ડાઉનલોડ કરવા અહીઁ ક્લિક કરો. ડાઉનલોડ કર્યા પછી તેને પેલા પ્રશ્નો લખેલા પેજની બ્લેન્ક સાઇડે પ્રિન્ટ કરો. પ્રિન્ટરના સેટીંગમાં  A4 સાઇઝ સિલેક્ટ કરવાનું ભૂલતા નહીં.
૩)હવે, આ પેજની તાલીમાર્થીની સંખ્યા પ્રમાણે પ્લસ એક વધારે ઝેરોક્ષ કઢાવી લેશો.
૪)તાલીમાર્થીઓની પરીક્ષા લઈ બધી આન્સર શીટ કલેક્ટ કરવી.
૫) આ આન્સર શીટો ને ચેક કરવા માટે પેલી પ્લસ એક જે વધારે ઝેરોક્ષ કાઢી હતી તેમાં તમારે સાચા જવાબોના ઓપ્શનના  સર્કલના ભાગને કાઢી ત્યાં હોલ(અગબર્ત્તી વડે)કરી દો. હવે એક તાલીમાર્થીની આન્સર લઈ તેના ઉપર પેલી હોલ વાળી સ્ટાન્ડર્ડ શીટ મૂકી જ્યાં બ્લેક સર્કલ દેખાય ત્યાં જવાબ સાચો ગણી બાકીના ખોટા ગણવા. જરૂર જણાય તો બે - સર્કલ માટે, કોઈ ભૂલ માટે  માઇનસ માર્કસ કરવા.
  • આશા રાખું કે તમે આનો ઉપયોગ કરશો.
  • કોઈ પણ મુંઝવણ માટે કોમેન્ટ કરી શકો છો.
  • તમારો અભિપ્રાય અમારા માટે અમૂલ્ય છે.
  • સૂચનો આવકાર્ય છે.