- મિકેનિકલ એન્જિનિયરિંગ અને મશીનિંગ (Machining) માં, લેટર ડ્રિલ્સ (Letter Drills) એ એક પ્રમાણભૂત સિસ્ટમ (Standard System) નો ભાગ છે, જેનો ઉપયોગ ફ્રેક્શનલ ઇંચ (અપૂર્ણાંક ઇંચ) અને નંબર સાઇઝના ડ્રિલ્સ વચ્ચે બાકી રહેતી જગ્યા (ગેપ) ને પૂરવા માટે થાય છે. આ સિસ્ટમ A થી Z સુધી ચાલે છે, જેમાં A એ સૌથી નાનો વ્યાસ (Diameter) છે અને Z એ સૌથી મોટો વ્યાસ છે.
- સરળતાથી સાઇઝ પસંદ કરી શકાય તે માટે ઇંચ ડેસિમલ (દશાંશ) અને મિલીમીટર (mm) બંને માપ સાથે લેટર ડ્રિલ સાઇઝનો સંપૂર્ણ રેફરન્સ ચાર્ટ અહીં આપેલ છે: (ઉપરનો ફોટો)
- ઉપયોગ : આપણે મેટ્રિક સાઇઝ પ્રમાણે ડ્રિલ સાઇઝની ગણતરી કરીએ ત્યારે, example તરીકે M8 ની ગણતરી કરતાં ડ્રિલ સાઈઝ 6.75mmઆવે, હવે બજારમાં સ્ટાન્ડર્ડ સાઈઝમાં 6.5mm નું ડ્રિલ આવે , પણ લેટર ડ્રિલ ના ચાર્ટમાં જોવો તો H સાઈઝમાં 6.76mm નું ડ્રિલ ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ કરવો જોઈએ.