આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Thursday, August 5, 2021

આઈ.ટી.આઈ. માં પ્રવેશ માટે કોલ લેટર ક્યારે કઢાવવો ? અને ત્યારબાદ ની પ્રકિયા વિશે જાણવા નીચે લિંક ઉપર ક્લિક કરો .

 

  • મહત્વની તારીખો :
  1. ઓનલાઈન  મેરીટ અને કોલ લેટર પ્રસિદ્ધ કરવાની તારીખ : ૦૭/૦૮/૨૦૨૧.
  2. ઉમેદવારોને સોફ્ટવેરના ઉપયોગથી SMS કરવાની તારીખ : ૦૮/૦૮/૨૦૨૧ થી ૦૯/૦૮/૨૦૨૧-- એટલે કે આ તારીખે ઉમેદવારને ખબર પડશે અને ત્યારબાદ કોલ લેટર કઢાવવાનો  રહેશે. કોલ લેટર કઢાવવા માટે જે સંસ્થા માં ઓનલાઈન ફોર્મ ભરેલ હતું તે સંસ્થા માંથી આપવામાં આવેલ પહોચ -૫૦ ની પાવતીની મદદથી કોમ્પ્યુટર પરથી કોલ લેટર  કઢાવી શકાય છે.
  3. સંસ્થા કક્ષાએ રૂબરૂ મુલાકાત અને પ્રવેશ આપવા અંગેની કાર્યવાહી : ૧૦/૦૮/૨૦૨૧ થી ૩૧/૦૮/૨૦૨૧--સંસ્થા ખાતે રૂબરૂ મુલાકાત માટેનો કાર્યક્રમ નક્કી થયા બાદ  આજ વેબસાઈટ-https://itiadmission.gujarat.gov.in/  ઉપરથી રૂબરૂ મુલાકાત માટેનો કોલ લેટર પ્રિન્ટ કરી શકાશે . જેમાં દર્શાવેલ સંસ્થા , તારીખ અને નિયત સમયે જે સંસ્થા માટે ફોર્મ ભરેલ હોય ત્યાં અસલ પ્રમાણપત્રો સાથે જરૂરી ફી સહીત સ્વખર્ચે જે તે સંસ્થા ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે.
  • રૂબરૂ મુલાકાત અંગેની સૂચનાઓ અને ભરવાની ફી અંગેની વિગત જાણવા માટે : અહીં ક્લિક કરો 

No comments:

Post a Comment