Pages

Thursday, December 15, 2022

OJT ( On Job Training ) બાબત: NSQF લેવલ- 4 પ્રમાણે કઈ રીતે કરવી? તેની સંપૂર્ણ માહિતી ... જાણવા માટે અહીં ક્લિક કરો


NSQF લેવલ-4, updated course , revised in July-2022,Ver. 2.0 પ્રમાણે,
  • ફિટર ટ્રેડ માટે, પ્રથમ વર્ષમાં 150hrs. અને દ્વિતિય વર્ષમાં 150hrs. -- નજીકની Industry માં OJT ફરજિયાત- Mandatory લેવાની છે. અથવા જ્યાં Industry નથી ત્યાં ગ્રુપ Project કરવો ફરજિયાત છે.
  • 150/8hrs.per day =19 કે 20 વર્કીંગ દિવસની OJT થાય. અથવા અનુકૂળતા પ્રમાણે નિયમ મુજબ.
  • પરમિશન લેટર: સંસ્થામાંથી એક લેટર, સંસ્થા દ્રારા અથવા રૂબરૂ Industry માં આપવાનો થાય, જેમાં સરકાર શ્રી દ્વારા જાહેર કરેલ કોર્ષ ,OJT બાબતનો ઉલ્લેખ અને પરમિશન માટે Request કરવાની થાય અને તાલીમાર્થીઓની સંખ્યા દર્શાવવી .અથવા વર્બલી પણ Request કરી શકાય. Request લેટરના ફોર્મેટની Pdf માટે: અહીં ક્લિક કરો ત્યારબાદ આ Request ને આધારે Industry દ્વારા પરમિશન લેટર આપવામાં આવશે. પરમિશન લેટરના ફોર્મેટની Pdf માટે: અહીં ક્લિક કરો
  • પરમિશન લેટર મળ્યા બાદ તાલીમાર્થીઓની બાંહેધરી લેવી પડે. બાંહેધરીના લેટરની Pdf માટે: અહીં ક્લિક કરો
  • ત્યારબાદ તારીખવાઈઝ 10 થી 20 તાલીમાર્થીઓ અનુકૂળતા પ્રમાણે પ્લાનિંગ કરી સંસ્થા માગે ત્યારે અંદાજીત આપવું. જેમાં તારીખની રેન્જ લખવી, અનુકૂળતા પ્રમાણે આગળ પાછળ  કરી શકાય.
  • જો એક આખી બેચ OJT માં હોય તો ઈન્સ્ટ્રક્ટરની હાજરી હોય તો સારું અથવા  તમારી અનુકૂળતા પ્રમાણે કરી શકાય.
  • તાલીમાર્થીઓની હાજરીની વિગત નિયત નમૂનામાં રાખવી.
  • OJT નો રિપોર્ટ તાલીમાર્થીઓ પાસે તૈયાર કરાવવો-- રિપોર્ટ માં મુખ્યત્વે  જે તે Industry માં કયા ક્યા Department છે?, દરેક Department માં મશીનોની વિગત, તેના ઉપર થતા ઓપરેશન , ફાઈનલ Products, કામદારોની સંખ્યા, Industry નું નામ, સરનામું વગેરેનો સમાવેશ થાય છે. એ પ્રમાણે રિપોર્ટ તૈયાર કરાવવો.
  • તાલીમાર્થીઓને અલગ અલગ Department-- Production, Quality, HR, Store વગેરેમાં 2-4 દિવસ માટે રોટેશન પદ્ધતિથી ગોઠવી શકાય.
  • ત્યારબાદ, છેલ્લે દરેક તાલીમાર્થીનું  અથવા બધાનું કોમન OJT બાબતનું સર્ટિફિકેટ સિક્કા સાથે તૈયાર કરાવવું પડે.
  • સર્ટિફિકેટના ફોર્મેટની Pdf માટે : અહીં ક્લિક કરો
  • OJT દરમ્યાન કંપનીના જવાબદાર વ્યક્તિ અને તાલીમાર્થીઓ વચ્ચે સુમેળ ભર્યા સંબધો બન્યા રહે એ જોવાનું કામ ઈન્સ્ટ્રક્ટર મિત્રનું છે. કારણ કે હવે દર વર્ષે OJT કરવાની થાય છે. વાદ - વિવાદ માં પડવું નહી, અને ખાસ Practical થવું.
  • નોંધ: ઉપરના તમામ ફોર્મેટમાં પોતાની રીતે જરૂર જણાય ત્યાં બદલાવ કરી શકાય. પત્ર વ્યવહાર ઈ મેઈલ દ્વારા પણ કરી શકાય.
  • ઉપરના તમામ ફોર્મેટની કોમ્પ્યુટરાઈઝ સોફ્ટ કોપી માટે: અહીં ક્લિક કરો
 નીચે મુજબના Record સાચવવા
  • પરમિશન લેટર
  • તાલીમાર્થઓની બાંહેધરી
  • હાજરીની વિગત
  • OJT રિપોર્ટ
  • તાલીમાર્થીઓના સર્ટિફિકેટ ( સોફ્ટકોપી રાખવી) 

Trade: Fitter, બીજું વર્ષ: MCQ test સિરીઝ.... ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો



નોંધ: હવે પછીના ટેસ્ટ આ પેજ ઉપર અપડેટ કરતા રહીશું.
સતત આ પેજ જોતા રહેવું. 
આ મહિના સુધીના ડે વાઈઝ પ્રમાણે ટેસ્ટ તૈયાર કરી દીધેલ છે.
ટેસ્ટ આપતી વખતે કોઈ પણ પ્રકારનો ટેકનિકલ પ્રોબ્લેમ આવે તો  ઈ મેઈલ આઈડી: ketanindia2002@gmail.com ઉપર અથવા કોમેન્ટ સેક્શનમાં જણાવશો.

Wednesday, December 14, 2022

ITI માં એડમિશન લેવાનો હેતુ(Objectives): આઈ. ટી. આઈ માં ટ્રેનીંગ લેવાથી તાલીમાર્થી શું કરી શકશે?, શા માટે આઈ. ટી. આઈ. માં ટ્રેનીંગ લેવી?....... અહીં ક્લિક કરો


આઈ. ટી. આઈ. માં તાલીમ લેવાનો હેતુ:

તાલીમ લીધા બાદ, તાલીમાર્થીઓ શું કરી શકશે? (They are able to)
  • ટેકનીકલ બાબતોનું જ્ઞાન મેળવશે-- ટેકનીકલ બાબતોને સમજવી, કામનું યોગ્ય રીતે સમય મુજબ આયોજન કરવું. જરૂરી મટીરિયલ અને ટુલ્સને ઓળખવા (થિયરી જનરલ).
  • કોઈ પણ કાર્ય દરમ્યાન-- સેફ્ટી અને એવી કામ કરવાની પદ્ધતિને અનુસરવી કે જેમાં એકસીડેન્ટ ન થાય (સેફ્ટી).
  • જોબ બનાવતી વખતે-- તાલીમ દરમ્યાન લીધેલ ટેકનીકલ જ્ઞાન, આવડત (skill), employability skills નો ઉપયોગ કરવો.
  • Job/Assembly કરતી વખતે ડ્રોઈંગને ચેક કરવું, સમજવું, તેને લગતી error (ભૂલ) સુધારવી (Practical job).
  • કરેલ કામની ટેકનીકલ બાબતોને ડોક્યુમેન્ટ્સ સ્વરૂપે તૈયાર કરવી (પ્રેક્ટિકલ જનરલ).

શા માટે આઈ. ટી. આઈ માં ટ્રેનીંગ લેવી? (Career- Progression Pathways)
  • Industry માં ટેકનીશિયન તરીકે જોડાઈ શકે છે અને ત્યાં સીનીયર ટેકનીશિયન, સુપરવાઈઝર વધુમાં મેનેજર સુધી બઢતી મળી શકે છે.
  • પોતાના ફિલ્ડમાં Entrepreneur- ઉદ્યોગ સાહસિક પણ બની શકાય છે.
  • 10+2 પદ્ધતિમાં NIOS ની પરીક્ષા આપી શકાય છે, ધોરણ-12 સમકક્ષ પ્રમાણપત્ર પણ મેળવી શકાય છે.
  • Diploma engineering માં રિલેટેડ ફિલ્ડમાં એડમિશન લઈ આગળ ભણી શકાય છે.
  • એપ્રેન્ટીસ કરીને National Apprentice Certificate (NAC) મેળવી શકાય છે.
  • CITS - Craft Instructor Training Scheme ને જોઈન કરી ITI માં Instructor  બની શકાય છે.

નોંધ: હમણાં જ આપણા માનનીય નિયામક સાહેબ શ્રી અમુક આઈ. ટી. આઈ.ની મુલાકાત લીધેલ જેમાં તેઓએ તાલીમાર્થીઓને આ બાબતે પૂછેલ. વધુમાં તાલીમાર્થીઓને ખરેખર આઈ. ટી. આઈ માં ટ્રેનીંગ લેવાનો આ મૂળ હેતુ સમજાશે તો જ તેની ટ્રેનીંગ સાર્થક થઈ ગણાશે.

Friday, December 9, 2022

રોજગાર ભરતી મેળો-2022, આઈ. ટી.આઈ. , પાલનપુર... તારીખ: 12/12/2022 ના રોજ યોજાશે........ વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • કંપનીનું નામ અને સ્થળ: 12 કંપની, પાલનપુર ખાતે.
  • તારીખ અને સમય, ઈન્ટરવ્યૂ માટેનું સ્થળ: 12/12/2022, 10:00 વાગે, આઈ. ટી. આઈ., પાલનપુર, બનાસડેરી રોડ, પાલનપુર, જી- બનાસકાંઠા.
  • લાયકાત: ITI પાસ તમામ ટ્રેડ.
  • પાસ આઉટ વર્ષ: 2018,2019,2020,2021,2022.
  • સાથે લઈ જવાના ડોક્યુમેન્ટસ: આઈ. ટી. આઈ પાસ આઉટ ની માર્કશીટ, પાસપોર્ટ સાઈઝ ફોટો, એલ. સી. ઝેરોક્ષ, આઈ. ડી. પ્રૂફ -- તમામની બે નકલ.

Friday, November 25, 2022

Dial Temperature Gaugeનો ઉપયોગ કરી રીતે કરવો? જાણવા માટે અહીં ક્લિક કરો

Dial Temperature Gauge

  • આ ડાયરેક્ટ ટેમ્પ્રેચર-- તાપમાન માપવાની પધ્ધતિ છે.
  • ઉપરના ફોટોમાં બતાવ્યા પ્રમાણે તેમાં ડાયલ અને સેન્સરનો સળિયો અને તેની અંદર બાય મેટાલિક સ્ટ્રીપ હોય છે.
કાર્ય પધ્ધતિ ( Working Principles):
  • જ્યારે બે અલગ અલગ ધાતુઓની સ્ટ્રીપને જોડીને ગરમ કરવામાં આવે છે ત્યારે તે વિસ્તરણ પામે છે. અને આ વિસ્તરણને રેક પિનીઅન, પોઈન્ટર અને સ્લાઈડીંગ બેરિંગ વડે ડાયલ ઉપર નોંધી શકાય છે.
  • તેના અલગ ભાગો નીચે  સેકશનમાં બતાવેલ છે.
તાપમાન માપવાની પધ્ધતિ:
  • સૌપ્રથમ જે જગ્યા અથવા ભાગનું ટેમ્પ્રેચર માપવાનું છે તે જગ્યાએ તેના સેન્સરનો સળિયાનો આગળનો ભાગ- ટોચ રાખો.
  • થોડીવાર રાખવાથી પોઈન્ટરની મૂવમેન્ટ થશે. મૂવમેન્ટ સ્થીર થાય ત્યારે ડાયલ ઉપર ટેમ્પ્રેચર નોધો.
નોંધ: આઈ. ટી. આઈ. , ટ્રેડ: ફિટર, પ્રથમ વર્ષ માં આ પ્રેકટીકલ આવે છે

Wednesday, November 23, 2022

Migration Certificate મેળવવા બાબત: ઉચ્ચ અભ્યાસ અર્થે ITI ના તાલીમાર્થીઓને આપવાના પ્રમાણપત્ર બાબતનો તારીખ: 29/07/2017 નો પરિપત્ર..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • ITI પાસ આઉટ તાલીમાર્થીઓ કે જે ઉચ્ચ અભ્યાસ કરવા માગે છે તેમને માઈગ્રેશન સર્ટિફિકેટની જરૂર પડતી હોય છે.
  • આ માટે જે તે આઈ. ટી. આઈમાં જઈ માઈગ્રેશન સર્ટિફિકેટ મેળવવા બાબતની લેખિત અરજી કરતાં ત્યાંથી સંસ્થાના પ્રિન્સિપાલ દ્વારા આ સર્ટિફિકેટ જે તે તાલીમાર્થીને મળી શકે છે.
  • Migration Certificate મેળવવા બાબત: ઉચ્ચ અભ્યાસ અર્થે ITI ના તાલીમાર્થીઓને આપવાના પ્રમાણપત્ર બાબતનો તારીખ: 29/07/2017 નો પરિપત્ર  અને Cerificateનું ફોર્મેટ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો


Tuesday, November 22, 2022

Students List For Document Verification Declared: IOCL Apprentice ભરતી-2022: જોવા માટે અહીં ક્લીક કરો


  • Indian Oil corporation Ltd, દ્રારા Apprentice ભરતી-2022 નું Students List For Document Verification  તારીખ: 21-11-2022 ના રોજ જાહેર થનાર છે.
  • ત્યારબાદ 28-11-2022 થી 7-12-2022  દરમ્યાન Document Verification થનાર છે.
  • Students List જોવાની લિંક માટે : અહીં ક્લિક કરો

DGT Alerts: Supplementary Exam Nov-2022 બાબતનો તારીખ: 18/11/2022 નો પરિપત્ર....... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


  • Supplementary Exam Nov-2022 બાબતનો તારીખ: 18/11/2022 નો પરિપત્ર ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

  • મુખ્ય સુચના: 
Supplementary Exam શરૂ થવાની અંદાજીત તારીખ: 10/12/2022/થી......

  • નાપાસ થયેલા તાલીમાર્થીઓ માટે સ્ટડી મટીરિયલ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

Saturday, November 19, 2022

GSECL Apprentice ભરતી-2022: બધા ટ્રેડ માટે Apprentice ની 310 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે, છેલ્લી તારીખ: 09-12-2022... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


  • GSECL Apprentice ભરતી ની જાહેરાત ની PDF માટે: અહીં ક્લિક કરો
  • લાયકાત: ITI (NCVT) પાસ.
  • જગ્યાઓ: 310.
  • છેલ્લી તારીખ: 09-12-2022.
  • સૌ પ્રથમ www.apprenticeshipindia.org or https://www.apprenticeshipindia.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ GSECL : TPS: WANAKBORI માં જઈ APPLY કરવું.આ માટે ઉપર આપવામાં જાહેરાતનો  pdf બરાબર વાંચી, બધા ડોક્યુમેન્ટ  ભેગા કરી રાખી આ પ્રક્રિયા કરવી.
  • Online Application કરવાની લિંક માટે: અહીં ક્લિક કરો
  • પ્રોફાઈલ Print કરી તેને pdf માં આપેલ અરજીના નમૂનામાં વિગતો ભરી નીચેના સરનામે છેલ્લી તારીખ પહેલા મોકલો: મુખ્ય ઈજનેરશ્રી, ગુજરાત સ્ટેટ ઈલે. કોર્પોરેશન લિ., વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન.

Thursday, November 17, 2022

Digital Gujarat updates : સ્ટાઈપેન્ડના ફોર્મ ભરવા માટેની તારીખ લંબાવવા બાબત... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


સુચના:
બાકી રહી ગયેલા તાલીમાર્થીઓ માટે Year 2022-23 માટેના સ્ટાઈપેન્ડના  ફોર્મ ભરવાની તારીખ: 10/12/2022 સુધી લંબાવવામાં આવેલ છે. (SC/OBC તાલીમાર્થીઓ માટે)

SOURCE: Digital Gujarat પોર્ટલ.

Wednesday, November 16, 2022

DGT Alerts: WSC અને ED ને ટ્રેડ થીયરી સાથે મર્જ કર્યા પછી teaching કરવા બાબત નો તારીખ: 10/11/2022 નો પરિપત્ર.. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


Clarification in brief as per above letter (સૂચનાઓ):
1. DGT માં અલગ અલગ રાજ્યો દ્વારા WSC અને ED, CTS કોર્ષના teaching બાબતે પૂછતાં-- 26 june, 2013 ના લેટર મુજબ અનુસરવું આ માટે:
  • 144 seats માટે એક Engg. Dwg Instructor જરૂરી છે. વધારાની 144 seats માટે વધારાનો Engg. Dwg Instructor જરૂરી બને.144 seats માટે એક WSC Instructor જરૂરી છે.
2.WSC અને ED ના teaching માટે  Vocational Instructor (ટ્રેડ  Instructor) નો, તેમની Qualifications પ્રમાણે ઉપયોગ કરી શકાશે.

  • WSC અને ED ને ટ્રેડ થીયરી સાથે મર્જ કર્યા પછી teaching બાબતનો, 26 june 2013 નો modification of NCVT norms, 5Apr 2022 નો WSC અને ED ના સિલેબસ બાબતનો પરિપત્રની PDF ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

Saturday, November 12, 2022

DGT Alerts: Supplementary Exam Fees ભરવા બાબત... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


સુચના:
  • જે તાલીમાર્થીઓના નામ Supp. Exam માટે ઓનલાઈન બતાવતા નથી તેના માટે તેમની આઈ. ટી ચ. આઈ. દ્વારા તેમની અગાઉ લેવાયેલી પરીક્ષા April-2022, Aug-2022= ની ફી બાકી હશે તો તે સત્વરે ભરી દેવી.આ માટે તાલીમાર્થીએ આઈ. ટી. આઈ નો સંપર્ક કરવો.
  • ફી ઓનલાઈન આઈ. ટી. આઈ. ના Log in માં ભરી શકાશે.
  • છેલ્લી તારીખ: 13/11/2022.

Tuesday, November 1, 2022

CBT પરીક્ષા ફી ભરવાની બાબત: બાકી રહેલ તમામ નાપાસ તાલીમાર્થીઓએ ફી કેટલી અને કઈ રીતે ભરવી? .... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


  • CBT પરીક્ષા માટેની ફી ભરવાની લીંક તારીખ 31 Oct, 2022 ના રોજ ખુલી ગઈ છે.
  • તાલીમાર્થીઓએ હમણાં વિષયવાર 213(163+50) ફીસ લઈ આઈ.ટી.આઈ.માં જવું. 
  • તાલીમાર્થીએ ફેલ થયાની માર્કશીટ પણ આપવી.
  • સંસ્થાના Log in માં , CBT ફી ઓનલાઈન બલ્ક પેમેન્ટ કરવાનું થાય છે.
  • છેલ્લી તારીખ: 10/11/2022 સુધીમાં ભરી દેવી.
કોને કેટલી ફી ભરવી તેની PDF માટે: અહીં ક્લિક કરો

Tuesday, October 25, 2022

Supplementary પરીક્ષા Nov-2022 બાબત: DGT દ્વારા update આપવામાં આવી...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

સુચના:
  • CTS-2022 એડમિશનની પ્રક્રિયા ચાલતી હોવાના કારણે નાપાસ થયેલા તાલીમાર્થીઓની  Hall ticket eligibility હાલ પુરતી 31 oct, 2022 સુધી થઈ શકશે નહી.
  • Hall ticket eligibility NCVT પોર્ટલ ઉપર 31 oct, 2022 થી ચાલુ થશે.
  • Examination Pattern અને Exam Fee Structure માટે --AITT CTS NOV 2022 : અહીં ક્લિક કરો
નોંધ: ઉપરની સુચના NCVT MIS PORTAL ઉપરથી મળેલ છે.

Saturday, October 22, 2022

એક ઝલક: Defence Expo-2022, Gandhinagar, Gujarat, India ..... જોવા માટે અહીં ક્લિક કરો










Thursday, October 20, 2022

Trade: Fitter , તાલીમાર્થીઓ માટે સ્ટડી મટીરિયલ ગુજરાતી માં PDF.. ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


  • ટ્રેડ: ફિટર, પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે સ્ટડી મટીરિયલ
  1. ટ્રેડ થીયરી (ફીટર) માટે  : અહી ક્લિક કરો ,અગાઉ પૂછાયેલ પેપર માટે: અહી ક્લિક કરો 
  2. વર્કશોપ સાયન્સ અને કેલ્ક્યુલેશનની (WCS) પરીક્ષા  માટે : અહી ક્લિક કરો
  3. એમ્પ્લોયબિલિટી સ્કીલ ( E.S.) ની પરીક્ષા માટે : અહી ક્લિક કરો  
  • ટ્રેડ: ફિટર, બીજા વર્ષના તાલીમાર્થીઓ માટે સ્ટડી મટીરિયલ
  1. ટ્રેડ થીયરી (ફીટર) માટે અહી ક્લિક કરો ,અગાઉ પૂછાયેલ પેપર માટે: અહી ક્લિક કરો (ન્યુમેટિક અને હાઈડ્રોલિક સીસ્ટમ માટે : અહી કિલક કરો )
  2. વર્કશોપ સાયન્સ અને કેલ્ક્યુલેશનની (WCS) પરીક્ષા  માટે : અહી ક્લિક કરો
  3. એમ્પ્લોયબિલિટી સ્કીલ ( E.S.) ની પરીક્ષા માટે : અહી ક્લિક કરો  

DRDO ભરતી-2022: Written test , Admit card ડાઉનલોડ કરવા બાબત..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો



  • DRDO એટલે Defence Research and Development Organization  જે Govt of India ની સ્વાયત્ત સંસ્થા છે જેના દ્વારા DRTC (Defence Research Technical Cadre)  માટે ઓનલાઈન અરજી કરવાની સમયમર્યાદા પુરી થઈ ગઈ છે.
  • આ Trade માટે પરીક્ષા લેવાશે: 
AUTO, COPA, MD,CNC,DM, DTP,MH,FT,GRINDER,MMV,RFM,TURNER,SHEET METAL, WELDER, ET, ELECTRONIC.

Written test કઈ રીતે લેવાશે?
  • Syllabus ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
  • સિલેકશનની પ્રક્રિયા બે ભાગમાં છે:  Tier-l અને Tier-ll
  • Tier-l : Section -A ( 40 que.) માં CBT પરીક્ષા લેવાશે જેમાં -- Aptitude test, સામાન્ય ગણિત, તર્ક - Reasoning, કરંટ અફેરસ, English language અને Section- B ( 40 que.)માં ટ્રેડ ને લગતા બેઝિક  Questions હશે. 
Total: 120 માર્કસ 
Time: 90min.
Passing marks: 40% (UR,OBC), 35% (SC,ST)

ઉપર મુજબ Candidatesને Short list કરવામાં આવશે.
જેને Tier-ll માં મોકલવામાં આવશે.
  • Tier-ll : ટ્રેડ ટેસ્ટ લેવામાં આવશે જેમાં ITI લેવલની થિયરી અને Practical નો સમાવેશ થશે. તેનો સમય 1થી 2 hrs હશે.
ત્યારબાદ જ Final Selection થશે.
     

Result : ISRO ટ્રેડ Apprentice ભરતી-2022: જોવા માટે અહીં ક્લીક કરો

  • સિલેકશનઆઈ. ટી. આઈ માં મેળવેલ માર્ક્સના આધારે મેરીટ યાદી તૈયાર થશે.
  •  જે તાલીમાર્થીઓ સિલેક્ટ થશે તેમને તેમના રજિસ્ટર્ડ ઈ- મેઈલ આઈ. ડી. ઉપર મેસેજ દ્વારા આગળની  પ્રક્રિયાની જાણ કરવામાં આવશે.
  • આ મેસેજમાં Document Verification ની વિગત હશે. જે તે તારીખે વેરીફિકેશન માટે તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ લઈને જવાનું રહેશે.

CBT Result : Left over - બાકી રહેલ તાલીમાર્થીઓનું CBT પરીક્ષાનું રિઝલ્ટ જોવાની લિન્ક માટે અહીં ક્લિક કરો

  • Declare result on: 26/12/23
  •  પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક :  અહીં ક્લિક કરો ( લિન્ક ચાલુ છે .....સર્વર ઉપર લોડ છે)

  • રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:
      1. Roll Number/Registration Number:  ex. 210824002613.
      2. Exam System: Annual
      3. Year : 1/2 (જે હોય તે સિલેક્ટ કરવું)
    • નોંધ: તાલીમાર્થીઓના રજિસ્ટર્ડ ઈ મેઈલ આઈડી ઉપર પણ DGT:  noreply-dget@gov.in  દ્વારા રિઝલ્ટ ની જાણ કરવામાં આવનાર છે. તો પોતાનું ઈ મેઈલ આઈડી પણ ચેક કરતા રહેવું.
    • Important Note: કેટલાક તાલીમાર્થીઓને રિઝલ્ટ માં ભૂલ છે.. તેમને હાલ પૂરતી ચિંતા કરવી નહિ. આવું ગણા બધા તાલીમાર્થીઓને બતાવે છે. આ બાબતે કોઈ પણ news અહીં અપડેટ કરીશું.

    Wednesday, October 19, 2022

    IOCL Apprentice ભરતી-2022: ટ્રેડ- Fitter માટે Apprentice ની 161 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે, છેલ્લી તારીખ: 23-10-2022... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


    • IOCL Apprentice ભરતી ની જાહેરાત ની PDF માટે: અહીં ક્લિક કરો
    • લાયકાત: ITI FITTER (NCVT) પાસ.
    • જગ્યાઓ: 161, ગુજરાત રિફાઇનરી-38.
    • ઓનલાઈન અરજી માટેની લિંક શરૂ થવાની તારીખ: 24-09-2022.
    • ઓનલાઈન અરજી માટેની લિંક બંધ થવાની તારીખ: 23-10-2022.
    • Online Application કરવાની લિંક માટે: અહીં ક્લિક કરો
    • સિલેકશન પધ્ધતિ: Written test (2hrs)
    • કયા કયા ડોક્યુમેન્ટ ની જરુર પડશે?
    Scanned copy of photograph and signature (less than 50kb)
    Educational details all.
    Email ID
    Mobile no.
    • Written test ક્યારે લેવાશે? : 6-11-2022.
    • Result Declaration: 21-11-2022.
    • ડોક્યુમેન્ટ વેરિફિકેશન: 28-11-2022 થી 7-12-2022.


    Tuesday, October 18, 2022

    Defence Expo-2022, ગાંધીનગર, ગુજરાત ખાતે તા-18 Oct થી 22 Oct દરમ્યાન યોજાનાર છે તો.... ખરેખર વિઝિટ કરવા જેવી છે!!!!!વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


    • આ Defence Expo નું 12 મુ સંસ્કરણ છે, જે એશિયાનું અત્યાર સુધીનો સૌથી મોટો Defence Expo મનાઈ રહ્યો છે.
    • દેશ અને વિદેશની  અલગ અલગ Defence કંપનીઓ પોતાની પ્રોડક્ટ આ Expo માં રજૂ કરશે. અને આ વાક્ય -"Make in India, Make for the World" ને સાર્થક કરશે.
    • 18,19,20-Oct ના રોજ આ એક્સ્પો માં રજીસ્ટર થયેલ કંપનીઓ, મહેમાનો માટે રિઝર્વ કરેલા છે આ દરમ્યાન આમ  લોકો -Public ભાગ લઈ શકશે નહીં.
    • 21,22-Oct ના રોજ આમ જનતા -Public તેની વિઝિટ લઈ શકશે.
    • આ એક્સ્પો નો મૂળ હેતુ ભારતીય ડિફેન્સ કંપનીઓને વિશ્વ ફલક પર પોતાની Product રજૂ કરવા માટે પ્લેટફોર્મ પુરુ પાડવાનો છે.
    • Defence Expo -2022 ની થીમ " Path to Pride" - પાથ ટુ પ્રાઈડ છે.
    • Defence Expo માં જમીની સૈન્ય, નૌ સેના, એરફોર્સ માટેના અલગ અલગ ઉપકરણો રજૂ કરવામાં આવશે.
    • આ દરમ્યાન સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આ બધા ઉપકરણોનું પ્રદર્શન કરવામાં આવનાર છે.
    • આ બાબતના સેમિનાર પણ યોજાશે, ભાગ લેનાર દરેક વ્યવસાયિક કંપનીઓને પોતાની પ્રોડક્ટ રજૂ કરવાનો મોકો મળશે.
    • આ Expo માં  આપણી ડિફેન્સ ક્ષેત્રે ઉત્પાદન કરવાની ક્ષમતા, તકો ભાવી પેઢીના Weapons ને પ્રદર્શિત  કરવામાં આવશે.
    • ભાગ લેનાર મુખ્ય કંપનીઓ: Bharat Dynamics Ltd, Beml, L&T, TATA,HAL,Bharat Forge..... વગેરે વગેરે.
    • Public માટે Registration અને સાથે લઈ જવાના ડોક્યુમેન્ટ ની માહિતી માટે: અહીં ક્લિક કરો

    Monday, October 17, 2022

    Supplementary (અત્યાર સુધી બાકી રહેલ) તમામ તાલીમાર્થીઓની AITT CBT પરીક્ષા: Nov-2022 બાબત, DGT નો તા: 17-10-2022 નો આદેશ.... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો



    30 Sept, 2022 ના રોજ યોજાયેલ VC અંતર્ગત અત્યાર સુધી બાકી રહેલ તમામ તાલીમાર્થીઓની DGT દ્વારા CBT પરીક્ષા લેવામાં આવનાર છે. જેની વિગત નીચે મુજબ છે:

    1.2018-19 1Year & 6 month Course, 2018-20 (1st & 2nd Year of 2Year Course)
    2.2019-20 1Year & 6 month Course, 2019-21 (1st & 2nd Year of 2Year Course)
    3.2020-21 1Year & 6 month Course, 2020-22 (1st & 2nd Year of 2Year Course)
    4.2021-22 1Year & 6 month Course, 2021-23 (1st Year of 2Year Course)
    5.All Semester System Trainees (2014-17)

    • CBT પરીક્ષા માટેની Payment Fee ની લિન્ક તારીખ: 25 Oct થી  10 Nov 2022 દરમ્યાન ખુલશે.
    • CBT Exam Pattern and Fee બાબતની સુચના ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
    • CBT HALL ticket : 20 -25 Nov, 2022 દરમ્યાન ડાઉનલોડ કરી શકાશે.
    • CBT પરીક્ષા શરુ થવાની તારીખ: 25 Nov, 2022 થી...
    • સેમેસ્ટર પદ્ધતિ વાળાની પરીક્ષા CBT પધ્ધતિ થી લેવાશે.
     DGT દ્વારા જાહેર કરેલ આ બાબતનો English પરિપત્ર ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

    રોજગાર ભરતી મેળો-2022, આઈ. ટી.આઈ. , અમીરગઢ... તારીખ: 19/10/2022 ના રોજ યોજાશે........ વધુ માહિતી માટે અહીં ક્લિક કરો



    • કંપનીનું નામ અને સ્થળ: Maxxis Rubber india Pvt Ltd.
    • તારીખ અને સમય, ઈન્ટરવ્યૂ માટેનું સ્થળ: 19/10/2022, 10:00 વાગે, આઈ. ટી. આઈ. અમીરગઢ , મામલતદાર કચેરીની પાછળ, તા- અમીરગઢ, જી- બનાસકાંઠા.
    • લાયકાત: ITI, Diploma Pass
    • પાસ આઉટ વર્ષ: 2018,2019,2020,2021,2022.
    • વર્કિંગ ડે અને કલાક: 26 દિવસ, 8 કલાક.
    • પગાર ધોરણ: 17000 CTC.
    • સુવિધાઓ: PF, ESIC,CANTEEN, BONUS, LEAVE, ENCASHMENT.
    • સાથે લઈ જવાના ડોક્યુમેન્ટસ: આઈ. ટી. આઈ  પાસ આઉટ ની માર્કશીટ, પાસપોર્ટ સાઈઝ ફોટો, એલ. સી. ઝેરોક્ષ, આઈ. ડી. પ્રૂફ -- તમામની બે નકલ.

    વિગત વાર જાહેરાત ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો

    Thursday, October 13, 2022

    CTS- Tentative (અંદાજિત) પરીક્ષાનું સમયપત્રક -2023 જાહેર કરવા બાબત..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


    • કયા તાલીમાર્થીઓની અંદાજિત પરીક્ષાનો કાર્યક્રમ છે?
    Session: 2021-23 (2nd Year of Two year Course)
    Session: 2022-24 (1st Year of Two year Course)
    Session: 2022-23 ( One Year /Six Month Course)
    • Practical પરીક્ષાની તારીખ: 3-07-2023 થી 7-07-2023. 
    • CBT પરીક્ષાની તારીખ: 10-07-2023 થી 28-07-2023.
    • Result જાહેર થવાની તારીખ: 14-08-2023.
    • Convocation (સર્ટીફીકેટ-માર્કશીટ આપવી): 17-09-2023.


    Monday, October 10, 2022

    Left over તાલીમાર્થીઓની Practical પરીક્ષા: Oct-2022 બાબત, DGT નો તા: 06-10-2022 નો આદેશ.... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


    કયા તાલીમાર્થીઓની Practical પરીક્ષા લેવાશે? અને ક્યારે?
    • Left over તાલીમાર્થીઓ: 2nd year of Two Year Course 2020-22,1st year of Two Year Course 2021-23, 1st Year/6 month Course 2021-22
    • આ તાલીમાર્થીઓની CBT પરીક્ષા: 7 અને 8 Sept, 2022 ના રોજ લેવાયેલ તેઓની જ Practical પરીક્ષા લેવાશે.
    • Practical પરીક્ષા : 17-10-2022 થી 21-10-2022 સુધીમાં લેવાશે.
    • DGT નો આદેશ અને વિગતવાર ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

    Friday, October 7, 2022

    Craftsman Training Scheme (CTS) ના સિલેબસના રિવિઝન અને બદલાવ બાબતનો તા: 01/09/2022 નો પરિપત્ર....... વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો


    •  પરિપત્રનો ટુંકમાં સાર નીચે મુજબ છે:

    નોંધ: DGT દ્વારા જાહેર કરેલ English પરીપત્ર જ આખરી ગણાશે. આ ફક્ત તમારી જાણ માટે છે.
    1.CTS ટ્રેડ Curriculum ના Learning  માટેના વાર્ષિક 1600 hrs માંથી 1200hrs કરવામાં આવ્યા, તેથી બે વર્ષના કોર્ષ માટે 2400hrs અને 6 મહિનાના કોર્ષ માટે 600hrs થાય.
    2.WSC અને ED ને ટ્રેડ થિયરી સાથે મર્જ કરવા અને એજ પ્રમાણે Curriculum બનાવવા.
    3. ઈન્ડ્ટ્રીઝની જરૂરિયાત પ્રમાણે, ES નો કોર્ષ બનાવવો જેમાં 1 વર્ષ માટે 120hrs, 2 વર્ષ માટે 180 hrs, 6 મહિનાના કોર્ષ માટે 60hrs ના Learning Hours કરવા.
    4. નવા CTS કોર્ષમાં અત્યારના  માર્કેટ/ઈન્ડ્ટ્રીઝની જરૂરિયાત પ્રમાણે ના ટોપીક, ટુલ્સ, ઈકવિપમેન્ટમાં બદલાવ કરવો.
    5. Learning Hours ઓછા કર્યા, અને On Job Training -OJT ફરજીયાત કરવી. જ્યાં OJT થઈ શકે એમ ન હોય તો ત્યાં પ્રોજેક્ટ ફરજીયાત કરવો.
    6.NIOS દ્વારા ચાલતા 10th/12th Certificate , Language માટેની સ્ટડીની વ્યવસ્થા કરવી.
    7. આ Revised Curriculum ને તાત્કાલિક અસરથી એટલે કે 1 Sept,2022 for all existing CTS Trainees અને નવા Session-2022 23 ના trainees માટે અમલ કરવો.

    Tuesday, October 4, 2022

    Admission -2022ની તારીખ લંબાવવા બાબત: વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


    સુચના
    તારીખ: 4/10/2022 ના પરીપત્ર અન્વયે DGT , New Delhi દ્વારા Admission-2022ની છેલ્લી તારીખ :31/10/2022 કરેલ છે. આ છેલ્લો ચાન્સ છે હવે તારીખ લંબાશે નહી.

    જે અગાઉ છેલ્લી તારીખ: 30/09/2022 હતી.

    DGT દ્વારા જાહેર કરેલ વિગતવાર પરીપત્ર ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

    ISRO, સ્પેસ એપ્લિકેશન સેન્ટર, અમદાવાદ દ્વારા આઈ. ટી. આઈ. ના ટ્રેડ એપ્રેન્ટીસની ભરતી-2022...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

    • ટ્રેડ એપ્રેન્ટીસ માટે લાયકાત: SSC + ITI NCVT પાસ માટે.
    • ટ્રેડ:  COPA, CAR PAINTER, DM, DC, MH, FT, TURNER, PAINTER, AOCP, RFM, EM RADIO, ET.
    • પગાર ધોરણ: 7700₹ /- (COPA, CAR PAINTER)
                                 : 8050₹/-( બાકીના ટ્રેડ માટે)
    • ઓનલાઈન એપ્લિકેશન ની લીંક શરૂ થવાની તારીખ: 21/09/2022.
    • છેલ્લી તારીખ: 09/10/2022.
    • ISRO Advt ની PDF ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
    • ઓનલાઈન અરજી કરવાની લીંક માટે: અહીં ક્લિક કરો
    • સિલેકશન: આઈ. ટી. આઈ માં મેળવેલ માર્ક્સના આધારે મેરીટ યાદી તૈયાર થશે.
    આ ઉપરાંત ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ(B.E., B.TECH.) અને ટેકનીશિયન એપ્રેન્ટીસ (Diploma) માટે પણ ઉપરની Advt માં જગ્યાઓ છે.

    Wednesday, September 28, 2022

    Marksheet જનરેટ ન થવા બાબત: વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

     

    સુચના: 

    જે તાલીમાર્થીઓની Aug-2022 CBT પરીક્ષાની માર્કશીટ મળેલ નથી અથવા ડાઉનલોડ થતી નથી પરંતુ તેઓનું RESULT આવી ગયેલ છે. તેવા તાલીમાર્થીઓના રિઝલ્ટ જોતા "CBT Fee  not paid. Please pay the CBT fee through the online payment link or request your ITI to pay through NIMI portal.

    Result will be available 48 hours after CBT fee payment."

    આવી સુચના આવે છે. પરંતુ તેઓએ CBT Fee ભરેલ હશે. તેવા તાલીમાર્થીઓએ નીચે આપેલ વિગતો લઈ પોતાની આઈ. ટી. આઈ નો સંપર્ક કરવો ત્યાંથી તમને pdf મળી જશે:

    Trainee Registration no. R2108240.... વાળો.

    Trainee name: તમારું નામ.

    Academic Session: 2021-23/2021-22.

    Examination year: 2022.

    CBT fee details:

    Nimi portal pay order id: CBTM22...... વાળો.

    Nimi portal CC Avenue Ref. Id: 12 આંકડાનો નંબર.


    Result જોવા માટેની લિંક માટે: અહીં ક્લિક કરો


    Tuesday, September 27, 2022

    DGT Alerts: CBT Answer Sheet ડાઉનલોડ કરવા બાબત ...... વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો

     

    • સૌ પ્રથમ NCVT MIS portal : https://www.ncvtmis.gov.in/ ઉપર જવું. તેના ઉપર " Trainee" ઓપ્શન માં " Trainee Profile " માં જવું અને જરૂરી વિગતો જેવી કે...Roll no. R210840..... વાળો નંબર, Father name, D.O.B. -જન્મ તારીખ, કેપચા- અંગ્રેજી ના અક્ષરો... નાખવાથી પોતાની વ્યક્તિગત Profile ખુલશે. જેના Screen shot નીચે પ્રમાણે છે... જૂઓ.
    • ઉપર જણાવ્યા પ્રમાણે Profile ખુલ્યા બાદ " View CBT Exam Center " ઉપર ક્લિક કરવું. આમ કરવાથી નીચે મુજબ સ્ક્રીન ખુલશે.
    • તેમાં જમણી બાજુ આંગળીના ટેરવા થી જવાથી છેલ્લે ઉપર Screen shot માં બતાવ્યા પ્રમાણે "View Response Sheet" ઓપ્શન ઉપર ક્લિક કરવાથી તમારી Answer Sheet  નીચે Screen shot મુજબ જોવા મળશે.
    • જેને તેમ " Save and Print "  ઓપ્શન દ્વારા Save અથવા Print કરી શકો છો.
    • Answer Sheet માં તમે ટિક કરેલા જવાબ અને સાચો જવાબ - ગ્રીન કલરથી કરેલ બતાવેલ છે.
    • નોંધ: જે તાલીમાર્થીની Answer Sheet આ પ્રમાણે ડાઉનલોડ ના થાય તો જરૂરી વિગતો સાથે Comment box -નીચે આપેલ Post a Comment માં Reply કરશો.તમારું ઈ મેઈલ આઈ ડી ઉલ્લેખ કરશો.જરૂરથી  જવાબ આપીશું.

    Vernier Height Gauge ના ઝીરો સેટિંગ બાબત: Vernier Scale અને Main Scaleનો " Zero " એડજસ્ટ કઈ રીતે કરવો? વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

    • Vernier Height Gauge માં તાલીમાર્થીઓ દ્વારા જ્યારે જોબ ઉપર માર્કિંગ કરવામાં આવે છે, તે દરમિયાન તાલીમાર્થીઓ  તેમાં ઝીરો સેટિંગ કર્યા વગર જ માર્કિંગ કરતા હોય છે. જેના કારણે વારંવાર માર્કિંગમાં ભૂલ આવે છે.
    • તો આ બાબત ધ્યાને લઈ જયારે સૌ પ્રથમ માર્કિંગ કરવાનું શરૂ કરો એ પહેલો Vernier Height Gauge નો ઝીરો સેટ કરવો પડે છે. જેના માટે નીચેના સ્ટેપ અનુસરવા:
    Step- 1 : સૌ પ્રથમ Vernier Height Gaugeનો "Zero" સેટિંગ ચેક કરો નીચે આકૃતિમાં "Zero" સેટિંગ ન હોય તેવું ઉદાહરણ આપેલું છે:
    Step-2 : હવે,  મેઈન સ્કેલનું એડજસ્ટમેન્ટ "ફાઈન એડજસ્ટર" દ્વારા કરી નીચે પ્રમાણે Vernier Scale અને Main Scaleના ઝીરો ને મેચ કરી સ્ક્રુ ટાઈટ કરો. નીચે આપેલ આકૃતિ ધ્યાનથી જુઓ.
    • ત્યારબાદ જ માર્કિંગ કરવાની શરૂઆત કરો તો ભૂલ થવાની શક્યતા નહીવત રહેશે.

    Friday, September 23, 2022

    એડમિશન-2022 બાબત: DGT દ્વારા તા- 22/09/2022 ના રોજ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

    • DGT દ્રારા જાહેર કરેલ પત્ર નો ટુંકમાં સારાંશ નીચે મુજબ છે:
    1.DGT દ્વારા અગાઉ 12/05/2022 અને 16/08/2022 ના રોજ કરેલ પરિપત્ર મુજબ CTS કોર્ષ -2022,23/24 માટે એડમિશનની છેલ્લી તારીખ :31/08/2022 હતી.
    2. બધા સ્ટેટ ડિરેકટર તરફથી મળેલ રજૂઆતો અને સૂચનો ધ્યાનમાં લેતાં હવે એડમિશનની તારીખ: 31/09/2022 સુધી લંબાવવામાં આવે છે.
    3. ડેટા અપલોડ કરવા માટે ની API લીંક NCVT MIS પોર્ટલ ઉપર તારીખ: 1/10/2022 થી 15/10/2022 દરમ્યાન ઓપન થશે.
    4. આ એડમિશનમાં વધારેમાં વધારે એડમિશન થાય એવા પ્રયત્નો કરવા.
    5. 31/05/2023  (31/05/2022-લેટર માં ભૂલ હોય એવું લાગે છે) સુધીમાં તાલીમાર્થીઓ નો સિલેબસ પૂરો કરવાનો થાય છે જે માટે જરુર પડે તો Extra Classes નું એરેંજમેન્ટ કરવું.
    6. બીજી activities અગાઉ ના બે પરિપત્રો મુજબ જ રહેશે. જે નીચે લીંકમાં આપેલા છે.

    નોંધ: ઉપર લિંક માં આપેલ English પરિપત્ર જ આખરી ગણાશે.

    Friday, September 16, 2022

    DRDO દ્વારા આઈ.ટી.આઈ. ના તાલીમાર્થીઓની ટેકનિકલ કેડરમાં ભરતી-2022, છેલ્લી તારીખ-23/09/2022... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


    DRDO એટલે Defence Research and Development Organization  જે Govt of India ની સ્વાયત્ત સંસ્થા છે જેના દ્વારા DRTC (Defence Research Technical Cadre)  માટે આઈ. ટી. આઈ. ના પાસ આઉટ તાલીમાર્થીઓની  ભરતી થવા જઈ રહી છે. ખરેખર આપણા તાલીમાર્થીઓએ આ Advt માં ઓનલાઈન એપ્લિકેશન કરવી જોઈએ. જેની વિગત નીચે મુજબ છે:

    AUTO, COPA, MD,CNC,DM, DTP,MH,FT,GRINDER,MMV,RFM,TURNER,SHEET METAL, WELDER, ET, ELECTRONIC.
    • ઓનલાઈન એપ્લિકેશનની લીંક શરૂ થવાની તારીખ: 3/09/2022.
    • ઓનલાઈન એપ્લિકેશનની લીંક બંધ થવાની તારીખ: 23/09/2022.

    Wednesday, September 14, 2022

    Employability Skills (ES) ના સિલેબસ અને Learning Hours બાબત: DGT નો તા:5/09/2022 નો પરિપત્ર...વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


    માનનીય, Atulkumar Tiwari, IAS Add. secretary, DGT દ્વારા નીચે પ્રમાણે આદેશ કરવામાં આવ્યો. જેેના
    મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે છે:
    1. Revised. Syllabus ES-120hrs for Students  of 1 year Course  અને 1st year of 2 year Course &  60hrs Advance Course in the 2nd year of 2 year Course, 60hrs for  Six Month Course આ પ્રમાણે ગણવું.
    2. આ Revised Syllabus Session-2022/23થી ..... હવે પછી લાગુ કરવો.

    નોંધ: ઉપરનું ગુજરાતી રૂપાંતરણ ફક્ત સમજ માટે છે.English પરીપત્ર જ આખરી ગણાશે: ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

    WSC અને ED ના સિલેબસ અને Learning Hours બાબત: DGT નો તા:5/09/2022 નો પરિપત્ર...વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


    WSC અને ED ના (40hrs. Each) ને Trade Theory સાથે મર્જ કરી નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લેવા.
    1. WSC અને ED નો Revised Syllabus હાલમાં અભ્યાસ કરતા તાલીમાર્થી Admission વર્ષ-2021/22 અને નવા એડમિશન થયેલ તાલીમાર્થીઓને લાગુ પડશે.
    2. જે તાલીમાર્થીઓ અગાઉ (ex. trainees) WSC અને ED માં નાપાસ છે તેઓની પરીક્ષા અલગથી Supplementary examination લેવામાં આવશે.
    નોંધ : ED અને WSC નો  Revised Syllabus  Annexure-A અને Annexure-B માં આપેલો છે.

    CTS અને CITS Learning Hours બાબત: DGT નો તા: 5/09/2022 નો પરિપત્ર..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

    માનનીય, Atulkumar Tiwari, IAS Add. secretary, DGT  દ્વારા નીચે પ્રમાણે આદેશ કરવામાં આવ્યો.
    1. 1-Year Courses અને 1-Year of Two Year Courses માટે  સુધારેલા સિલેબસ પ્રમાણે (1200+150hrs OJT/Group Project) Session 2022-23 થી લાગુ કરવું. ( 2Year of Two Year Course હાલ જે ચાલે છે તેમને લાગુ પાડવાનું  કે નહી તેનો ઉલ્લેખ નથી)
    2. Six Month ITI Courses, સુધારેલા સિલેબસ પ્રમાણે  (600+150hrs OJT/Group Project) Session 2022-23 થી લાગુ કરવું.
    3. ITI માં 10 અને 12 મા ધોરણ માટેના સેન્ટર/NIOS ખોલવા.
    4. MSDE દ્વારા IGNOU સાથે MOU કરવામાં આવે કે જેમાં 12 સમકક્ષ પછીના  ગ્રેજ્યુએટ કોર્ષ - કોલેજ માટે ITI ના તાલીમાર્થીઓને એનરોલ કરવામાં આવે.
    5. નવા કોર્ષના Reorganize માટે CSTARI, NIMI, DGT/NSTI,SSC, ITI Instructors, INDUSTRIES Experts ની ટીમ બનાવવામાં આવે કે જે કોર્ષ તૈયાર કરશે.
    ઉપર પ્રમાણે હમણા જ  નવા CTS કોર્ષ Syllabus રજૂ થયા છે.

    Monday, September 12, 2022

    CBT Answer Sheet જોવા માટે: NCVT ની વેબસાઈટ ઉપર કઈ રીતે જોવી ? જાણવા માટે અહીં ક્લિક કરો

    Step-1: સૌ પ્રથમ નીચે આપેલ Result જોવાની Link ઉપર ક્લિક કરી તમારી વિગત જેવી કે Roll no. (21082..... વાળો),Exam System (Annual), Year (1 or 2)  નાખતા તમારી માર્કશીટ ખુલશે જેમાં 600 માંથી ટોટલ માર્ક્સ આવે તે જ સાચા ગણવા.

    Step-2 : તમારી Marksheet ની નીચે - છેક નીચે બતાવેલ
    આકૃતિમાં " Redirect To Answer Sheet " ના ઓપ્શન ક્લિક કરવું. ક્લિક કર્યા બાદ તેના નીચે  આપેલ --તમારા રજિસ્ટર્ડ મોબાઈલ ઉપર " OTP " આવશે. જે ત્યાં આપેલા બોક્સમાં નાખી Submit બટન ઉપર ક્લિક કરવાથી તમારી Answer Sheet  તમે જોઈ શકશો જેમાં તમે આપેલ જવાબો સાથે ખોટા અને સાચા જવાબો ની વિગત આપેલ હશે.
    નોંધ: કેટલાક તાલીમાર્થીઓ ની માર્કશીટ માં 700 માંથી બતાવે છે જે ખોટું છે... વેબસાઈટ અપડેટ થઈ રહી છે... રાહ જોવી.

    Friday, September 9, 2022

    NSQF સંલગ્ન ટ્રેડો ના સ્ટડી મટીરિયલ, એસેસમેન્ટ રિફોર્મ, ES ના મોડયુલ અને તાલીમાર્થી ઓનાહિતોના નિર્ણય બાબત: તા-29/08/2022 નો પરીપત્ર...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

    • " Skill India " મિશનને Successful બનાવવા અને "Trainee Centric" ઈકો સીસ્ટમ બનાવવા ના હેતુથી, અને આ આખી સીસ્ટમ ને સરળ બનાવવા માટે માનનીય, રાજેશ અગ્રવાલ, IAS, સચિવ શ્રી Govt of India,Ministry of Skill Development & Entrepreneurship દ્વારા આ પરિપત્ર તારીખ - 29/08/2022 ના રોજ જાહેર કરવામાં આવ્યો. જેમાં પ્રથમ નજરે નીચેના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા.
    • NSQF સંલગ્ન ટ્રેડો ના સ્ટડી મટીરિયલ, એસેસમેન્ટ રિફોર્મ, ES ના મોડયુલ અને તાલીમાર્થી ઓનાહિતોના નિર્ણય બાબત: તા-29/08/2022 નો પરીપત્રઅહીં ક્લિક કરો
    a. MSDE, દ્વારા ચાલતા અલગ અલગ કોર્ષના સ્ટડી મટીરિયલ  English ભાષામાં ઉપલબ્ધ છે પરંતું લોકલ રિજનલ ભાષામાં ઉપલબ્ધ નથી તો આ સ્ટડી મટીરિયલ લોકલ રિજનલ ભાષામાં ઉપલબ્ધ થાય તે જરૂરી છે. જેથી કરીને વધારેમાં  વધારે તાલીમાર્થીઓ Skill બધ્ધ થાય.
    b. સ્ટડી મટીરિયલ ના ફોર્મેટ જેવા કે PDF ફોર્મેટમાં, હિન્દી અને લોકલ ભાષામાં ઉપલબ્ધ હોય અને QR CODE  બેઝ વિડીઓ Learning, Self Learning મટીરિયલ પણ ઉપલબ્ધ થાય.
    c. ઉપરનું તમામ મટીરિયલ Free  ઉપલબ્ધ થાય- વેબસાઈટ, NSDC ની વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવે.
    d. ઉપરનું તમામ મટીરિયલ up to date, હાલની  ઈન્ડસ્ટ્રીઝ ની જરૂરિયાત મુજબ હોય,OJT (On Job Training) ફરજીયાત કરવામાં આવે.
    e. Assessment નો સમય અને Cost વર્ચ્યુઅલ લેબનો ઉપયોગ કરી ઘટાડી શકાય.
    f. Focus on જોબ પ્લેસમેન્ટ અને Industry MOU.
    g. નવો ES નો કોર્ષ અને સ્ટડી મટીરિયલ Free of Cost ઉપલબ્ધ કરાવવો.
    h. Short Duration ના કોર્ષ, Practical એપ્રોચ વાળો કોર્ષ એક મહિનાની અંદર તૈયારી કરવા - Skill Hub Initiative.
    i. Free Mock Test- PDF,Apps અને વેબસાઈટમાં ઉપલબ્ધ કરાવવા.
    j. સમય મર્યાદામાં Result , e Marksheet , e Certificate વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કરવા. ઈ મેઈલ/ વેબસાઈટ દ્વારા પણ Result ની જાણ કરવી તેમજ તાલીમાર્થીઓ ડાઉનલોડ કરી શકે એવી વ્યવસ્થા કરવી. Re- evaluation process, Supplementary exam process- Students Friendly રાખવું અને એ પણ સમય મર્યાદામાં કરવું.
    k. Question wise Performance - દરેક તાલીમાર્થીનું એનાલીસિસ એજન્સી મારફત કરાવવું.
    l. જે તાલીમાર્થીમિત્રો નાપાસ થયેલા છે , તેમના માટે Extra Classes, Supplementary exam કરાવવી.
    m. Short term કોર્ષ માટે આધાર અને મોબાઈલ OTP બેઝ ટ્રેઈનર અને Assesors દરેક જિલ્લા વાઈઝ ઉપલબ્ધ થાય તેવું કરવું.
    n. Job role Licence માટેની પ્રોસેસ ને ઓળખવી અને અભ્યાસ કરવો.
    o. વધારાનું ફંડ MSDE ને Return કરવું.
    p. Daily Attendance of Candidates, Trainer, Assesors through આધાર બેઝ બાયોમેટ્રિક એટેડન્સ સીસ્ટમ (AEBAS) ફરજીયાત કરવી- buffer time 20minutes before class start.

    ઉપરના તમામ મુદ્દાઓનો અમલ કરવો.
    નોંધ: ઉપર લીંક માં આપેલ Original English પરીપત્ર આખરી ગણાશે.



    Apprentice ભરતી મેળો-2022, આઈ. ટી. આઈ. , પાલનપુર તારીખ - 12/09/2022 ના રોજ યોજાશે.... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


    કોણ ભાગ લઈ શકે? : 78 બેચના બે વર્ષના તાલીમાર્થીઓ માટે અને  79 બેચના એક વર્ષના તાલીમાર્થીઓ માટે.
    બનાસકાંઠા:  જીલ્લો આઈ.ટી.આઈ. પાલનપુર
    ● એપ્રન્ટીસ ભરતી મેળાની તારીખ: ૧૨-૦૯-૨૦૨૨ ના સવારે૧૦:૦૦ કલાકે
    ● ભરતી મેળાનું સ્થળ :  આઈ.ટી.આઈ., પાલનપુર (કોન્ફરન્સ હોલ) (૪થો માળ)
    ● ભરતીની જગ્યા : એપ્રેન્ટીસ ટ્રૈઇની
    સ્ક્રીનીંગની પ્રક્રિયા: (૧)  રજીસ્ટ્રેશન (૨) ઈન્ટરવ્યુ
    ભરતીની જગ્યા લાગુ પડતા ટ્રેડ 
    ● ફીટર
    ● ઇલેકટ્રીશીયન
    ● વેલ્ડર
    ● ડીઝલ મમકેનીક
    ● વાયરમેન
    ● કો.પા.
    ● મોટર મિકેનિક
    ઉંમર : ૧૪ વર્ષ કે તેથી વધુ , ITI પાસ આઉટ
    સરકારના ધારા ધોરણ મુજબ સ્ટ્ટાઈપેન્ડ મળવા પાત્ર થશે 
    સાથે લઈ આવવાના ડોક્યમેન્ટ
    ● ધોરણ-૧૦ /આઈ.ટી.આઈ અને અન્ય  લાયકાતના પ્રમાણપત્રો ઓરીજનલ તથા નકલ
    ● એલ.સી ઓરીજનલ તથા નકલ
    ● આધાર કાર્ડ
    ● પાસપોર્ટ સાઈઝ ફોટો - ૦૨ કોપી
    ● રજીસ્ટ્રેશનની  લીંક https://dgt.gov.in/appmela2022/candidate_registration.php
    ●પાસ થયેલ તાલીમાર્થીઓએ https://www.apprenticeshipindia.gov.in/ પોર્ટલ પર એપ્રેન્ટીસ માટેનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
    રજીસ્ટ્રેશન કરી A વાળો સાચવી રાખવાનો રહેશે.
    પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાયેલ ઇચ્છનીય છે.

    Thursday, September 8, 2022

    CBT Resultની સપષ્ટતા બાબત: વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

    • જે તાલીમાર્થીઓને Resultના ઈ મેઈલ નથી આવ્યા તેમને તારીખ:  10-09-2022 સુધી રાહ જોવી.
    • અત્યારે Result ની લીંક અમુકવાર ઓપન થાય છે ત્યારે તાલીમાર્થીની વિગત નાખતા અમુક તાલીમાર્થીઓને 700 માંથી માર્કસ બતાવે છે. જે ખોટું છે 600માંથી તાલીમાર્થીઓ ના માર્કસ આવશે.તે જ સાચું Result હશે.
    • કોઈએ ઈ મેઈલ ખોટું આપેલું હોય અથવા કોઈ બીજા કારણસર ઈ મેઈલ ન પણ મળે તો ચિંતા  ન કરવી-- 10/09/2022 સુધી રાહ જોવી.
    • અત્યારે હાલ DGT, New Delhi દ્રારા Result અપડેટ થઈ રહ્યું છે.
    • Result ની Link proper ખુલશે એટલે આ બ્લોગ ઉપર અપડેટ આપીશું.

    Wednesday, September 7, 2022

    AITT-2022, Passing Certificate મેળવવા બાબત: વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


    • Result Declaration on 7th September, 2022
    • Certificate Distribution on Convocation Day-17th September,2022 ( વિશ્વકર્મા જયંતિ- સર્ટીફીકટ આ દિવસે મળશે).
    • Result of this Year-89.13%
    • Total-14.83 lakh trainees Pass out
              16.6 lakh appeared.

    Source: Press conference release by DGT, New Delhi on 7/09/2022 on Website.

    CBT Result : Aug-2022 માં લેવાયેલ ,એડમિશન વર્ષ: 2021-23ના પ્રથમ વર્ષની , 2020-22ના બીજા વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ જોવાની લિન્ક માટે અહીં ક્લિક કરો

    •  એડમિશન વર્ષ: 2021-23ના પ્રથમ વર્ષની , 2020-22ના બીજા વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ 7/09/2022ના રોજ જાહેર કરવામાં આવશે.
    •  પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક :  અહીં ક્લિક કરો (લિન્ક ચાલુ છે .....સર્વર ઉપર લોડ છે)

  • રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:
      1. Roll Number/Registration Number:  ex. 210824002613.
      2. Exam System: Annual (જે હોય તે સિલેક્ટ કરવી)
      3. Year : 1/2 (જે હોય તે સિલેક્ટ કરવું)
    • નોંધ: તાલીમાર્થીઓના રજિસ્ટર્ડ ઈ મેઈલ આઈડી ઉપર પણ DGT:  noreply-dget@gov.in  દ્વારા રિઝલ્ટ ની જાણ કરવામાં આવનાર છે. તો પોતાનું ઈ મેઈલ આઈડી પણ ચેક કરતા રહેવું.
    • જે તાલીમાર્થીઓનાં રિઝલ્ટ ન આવેલ હોય તેમનું રિઝલ્ટ 10/09/2022 સુધી માં જાહેર થઈ જશે.