Pages

Wednesday, December 14, 2022

ITI માં એડમિશન લેવાનો હેતુ(Objectives): આઈ. ટી. આઈ માં ટ્રેનીંગ લેવાથી તાલીમાર્થી શું કરી શકશે?, શા માટે આઈ. ટી. આઈ. માં ટ્રેનીંગ લેવી?....... અહીં ક્લિક કરો


આઈ. ટી. આઈ. માં તાલીમ લેવાનો હેતુ:

તાલીમ લીધા બાદ, તાલીમાર્થીઓ શું કરી શકશે? (They are able to)
  • ટેકનીકલ બાબતોનું જ્ઞાન મેળવશે-- ટેકનીકલ બાબતોને સમજવી, કામનું યોગ્ય રીતે સમય મુજબ આયોજન કરવું. જરૂરી મટીરિયલ અને ટુલ્સને ઓળખવા (થિયરી જનરલ).
  • કોઈ પણ કાર્ય દરમ્યાન-- સેફ્ટી અને એવી કામ કરવાની પદ્ધતિને અનુસરવી કે જેમાં એકસીડેન્ટ ન થાય (સેફ્ટી).
  • જોબ બનાવતી વખતે-- તાલીમ દરમ્યાન લીધેલ ટેકનીકલ જ્ઞાન, આવડત (skill), employability skills નો ઉપયોગ કરવો.
  • Job/Assembly કરતી વખતે ડ્રોઈંગને ચેક કરવું, સમજવું, તેને લગતી error (ભૂલ) સુધારવી (Practical job).
  • કરેલ કામની ટેકનીકલ બાબતોને ડોક્યુમેન્ટ્સ સ્વરૂપે તૈયાર કરવી (પ્રેક્ટિકલ જનરલ).

શા માટે આઈ. ટી. આઈ માં ટ્રેનીંગ લેવી? (Career- Progression Pathways)
  • Industry માં ટેકનીશિયન તરીકે જોડાઈ શકે છે અને ત્યાં સીનીયર ટેકનીશિયન, સુપરવાઈઝર વધુમાં મેનેજર સુધી બઢતી મળી શકે છે.
  • પોતાના ફિલ્ડમાં Entrepreneur- ઉદ્યોગ સાહસિક પણ બની શકાય છે.
  • 10+2 પદ્ધતિમાં NIOS ની પરીક્ષા આપી શકાય છે, ધોરણ-12 સમકક્ષ પ્રમાણપત્ર પણ મેળવી શકાય છે.
  • Diploma engineering માં રિલેટેડ ફિલ્ડમાં એડમિશન લઈ આગળ ભણી શકાય છે.
  • એપ્રેન્ટીસ કરીને National Apprentice Certificate (NAC) મેળવી શકાય છે.
  • CITS - Craft Instructor Training Scheme ને જોઈન કરી ITI માં Instructor  બની શકાય છે.

નોંધ: હમણાં જ આપણા માનનીય નિયામક સાહેબ શ્રી અમુક આઈ. ટી. આઈ.ની મુલાકાત લીધેલ જેમાં તેઓએ તાલીમાર્થીઓને આ બાબતે પૂછેલ. વધુમાં તાલીમાર્થીઓને ખરેખર આઈ. ટી. આઈ માં ટ્રેનીંગ લેવાનો આ મૂળ હેતુ સમજાશે તો જ તેની ટ્રેનીંગ સાર્થક થઈ ગણાશે.

No comments:

Post a Comment