મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ...
ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ-- ફિટર ટ્રેડ અને ફિટર (DST) નો સિલેબસ ,Theory,Practical,NSQF લેવલ - 4 પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, You tube ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો, રોજગાર અને Apprenticesની જાહેરાતો,CITS (RPL), CTS Result, Marksheet, Certificate ડાઉનલોડ ની સંપુર્ણ માહિતી સાથે આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે. એન્ડ્રોઈડ મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે.
Pages
▼
Tuesday, September 6, 2022
Circlip (સરક્લીપ) અને Circlip Plier (સરક્લીપ પક્કડ): ઓટોમોબાઈલ વિભાગમાં બહુ જ ઉપયોગી ..... જાણવા માટે અહીં ક્લિક કરો
આકૃતિ-1
આકૃતિ-2
આકૃતિ 2 માં બતાવેલ ખાસ પ્રકારના Circlip Plier (સરક્લીપ પક્કડ) વડે આકૃતિ 1 માં બતાવેલ એક્ષ્ટરનલ અને ઈન્ટરનલ સરક્લીપને પહોળી કરીને ફિટ કરી શકાય છે.
તેના " જો" પોઈન્ટેડ આકારના અને તીક્ષ્ણ હોય છે.
ખાસ કરીને ઓટોમોબાઈલ્સમાં તેનો ઉપયોગ સૌથી વધુ થાય છે.
આકૃતિ 1 માં બતાવેલ એક્ષ્ટરનલ સરક્લીપ નો ઉપયોગ શાફ્ટ ના છેડે કોઈ પાર્ટ જેમકે વ્હીલ, બેરિંગ કે અન્ય ભાગ બહાર ન નીકળે એ માટે શાફટ ઉપર સરક્લીપ ગ્રુવ- ખાંચો આપેલો હોય છે ,ત્યાં સરક્લીપ લગાવાય છે. જે શાફટ ઉપર તે લગાવાય તેની આકૃતિ નીચે આપેલ છે.
Circlip ની સાઈઝ શોધવા તેને સેન્ટરમાં એક બાજુ અંદરથી અને તેની સામેની બાજુ બહાર સુધી માપવામાં આવે છે. જે તમે નીચે આપેલ વિડીઓ માં જોશો.
Circlip Plier ની સાઈઝ શોધવા તેની આખી લંબાઈ માપવામાં આવે છે.
Circlip (સરક્લીપ) અને Circlip Plier (સરક્લીપ પક્કડ) ની સમજ અને ઉપયોગ દર્શાવતો વિડીઓ જોવા માટે:અહીં ક્લિક કરો
No comments:
Post a Comment