Pages

Friday, December 31, 2021

DGT Alerts: આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓને પ્રથમ વર્ષમાં Pass / પ્રમોટ કરવાનો લેટેસ્ટ પરિપત્ર તા-29/12/2021... વધુ માહિતી માટે નીચે લીંક ઉપર ક્લીક કરો.


પરિપત્રનો ગુજરાતી અનુવાદ:

 1.DGT, MSDE દ્વારા અત્યારે નીચે જણાવેલ તાલીમાર્થીઓની , AITT-2021 પરીક્ષા લેવાનાર છે.

  • First Year of 2020-21 session (CBT, PRACTICAL,ED)
  • Second Year of two year trade session 2019-21 (CBT, PRACTICAL,ED) 
  • First Year of two year trade session 2020-22  (PRACTICAL,ED)

2.બે વર્ષ ના ટ્રેડમાં પ્રથમ વર્ષ દરમ્યાન કોરોના રોગચાળો ચાલતો હતો....આ બાબત ની રજૂઆત અલગ અલગ સ્ટેટ દ્વારા કરવામાં આવી હતી.અને આ બાબત DGT એ ધ્યાને લીધેલ છે.

3.ઓથોરિટીએ નીચેના નિર્ણયો લીધા છે. જેમાં

  • જે તાલીમાર્થીઓ First Year of two year trade session 2020-22 માં હતા તેઓને પ્રથમ વર્ષમાં પ્રમોશન આપવું. PRACTICAL,ED માં તે પાસ હોય તો તેને પ્રથમ વર્ષ માં પાસ જાહેર કરવો.
  • CBT પરીક્ષા ફી આપેલી હોય તો તેને બીજા વર્ષની CBT પરીક્ષા ફીમાં એડજસ્ટ કરવી.
  • session 2020-22 નું બીજું વર્ષ 3જી જાન્યુઆરી-2022 થી ચાલુ કરવું.
  • session 2020-22 ના તાલીમાર્થીઓને  આમ પ્રથમ વર્ષમાં પ્રમોટ કરવાથી તેમના પહેલાની બેચ: 2018-20 અને બેચ: 2019-21 તેઓને પણ અસર થશે.તેઓને પણ જે તાલીમાર્થીઓ PRACTICAL,ED માં  પાસ હોય તો તેમને પ્રથમ વર્ષ માં પાસ જાહેર કરવા.
  • T.T., WSC, E.S. ના માર્કસ E.D. અને પ્રેકટીકલ , ફોર્મેટિવ એસેસમેંટના આધારે ગણવા.
4. આ નિયમ એ તાલીમાર્થીઓને લાગુ પડશે કે જેઓએ E.D. અને પ્રેકટીકલની પરીક્ષા પાસ કરેલ હોય. તેઓની બીજા વર્ષની પરીક્ષા --બીજા વર્ષના સિલેબસ પ્રમાણે લેવાશે.

5.આ બાબત સેક્રેટરી, MSDE દ્વારા એપ્રુવ કરેલ.

  • DGT દ્વારા જાહેર કરેલ મૂળ આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓને પ્રથમ વર્ષમાં Pass / પ્રમોટ કરવાનો લેટેસ્ટ પરિપત્ર : ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો,તા-29/12/2021નો  જ માન્ય ગણાશે. અનુવાદ ફક્ત જાણ ખાતર છે.

No comments:

Post a Comment