મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ...
ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ-- ફિટર ટ્રેડ અને ફિટર (DST) નો સિલેબસ ,Theory,Practical,NSQF લેવલ - 4 પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, You tube ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો, રોજગાર અને Apprenticesની જાહેરાતો,CITS (RPL), CTS Result, Marksheet, Certificate ડાઉનલોડ ની સંપુર્ણ માહિતી સાથે આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે. એન્ડ્રોઈડ મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે.
ઓનલાઈન મેરીટ અને કોલ લેટર પ્રસિદ્ધ કરવાની તારીખ:૦૭/૦૮/૨૦૨૧.
ઉમેદવારોને સોફ્ટવેરના ઉપયોગથી SMS કરવાની તારીખ:૦૮/૦૮/૨૦૨૧ થી ૦૯/૦૮/૨૦૨૧-- એટલે કે આ તારીખે ઉમેદવારને ખબર પડશે અને ત્યારબાદ કોલ લેટર કઢાવવાનો રહેશે. કોલ લેટર કઢાવવા માટે જે સંસ્થા માં ઓનલાઈન ફોર્મ ભરેલ હતું તે સંસ્થા માંથી આપવામાં આવેલ પહોચ -૫૦ ની પાવતીની મદદથી કોમ્પ્યુટર પરથી કોલ લેટર કઢાવી શકાય છે.
સંસ્થા કક્ષાએ રૂબરૂ મુલાકાત અને પ્રવેશ આપવા અંગેની કાર્યવાહી : ૧૦/૦૮/૨૦૨૧ થી ૩૧/૦૮/૨૦૨૧--સંસ્થા ખાતે રૂબરૂ મુલાકાત માટેનો કાર્યક્રમ નક્કી થયા બાદ આજ વેબસાઈટ-https://itiadmission.gujarat.gov.in/ ઉપરથી રૂબરૂ મુલાકાત માટેનો કોલ લેટર પ્રિન્ટ કરી શકાશે . જેમાં દર્શાવેલ સંસ્થા , તારીખ અને નિયત સમયે જે સંસ્થા માટે ફોર્મ ભરેલ હોય ત્યાં અસલ પ્રમાણપત્રો સાથે જરૂરી ફી સહીત સ્વખર્ચે જે તે સંસ્થા ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે.
રૂબરૂ મુલાકાત અંગેની સૂચનાઓ અને ભરવાની ફી અંગેની વિગત જાણવા માટે : અહીં ક્લિક કરો